________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૨૨૦) અર્થ:- આત્મા સ્વપરને જાણનાર સ્વરૂપ હોવાથી તેનું અન્ય કોઈ કારણ નથી માટે અન્ય કારણાન્તરોની ચિંતા છોડીને સ્વસંવેદન દ્વારા જ આત્માનો અનુભવ કરવો જોઈએ. ૧૬ર
૧૯. શ્રી સમયસાર ગા. ૪૧૩ માં કહ્યું છે કે
બહુવિધનાં મુનિલિંગમાં અથવા ગૃહીલિંગો વિષે, મમતા કરે, તેણે નથી જાણ્યો “સમયનાસાર” ને. ૪૧૩.
અર્થ- જેઓ બહુ પ્રકારનાં મુનિલિંગોમાં અથવા ગૃહસ્થલિંગોમાં મમતા કરે છે (અર્થાત્ આ દ્રવ્યલિંગ જ મોક્ષનું દેનારું છે એમ માને છે ), તેમણે સમયસારને જાણ્યો નથી.
ટીકા- જેઓ ખરેખર “હું શ્રમણ છું, હું શ્રમણોપાસક (-શ્રાવક) છું,' એમ દ્રવ્યલિંગમાં મમકાર વડે મિથ્યા અહંકાર કરે છે, તેઓ અનાદિરૂઢ (અનાદિકાળથી ચાલ્યા આવેલા) વ્યવહારમાં મૂઢ (–મોહી) વર્તતા થકા, પ્રૌઢ વિવેકવાળા નિશ્ચય ( નિશ્ચયનય) પર અનારૂઢ વર્તતા થકા, પરમાર્થ સત્ય (જે પરમાર્થે સત્યાર્થ છે એવા) ભગવાન સમયસારને (– આત્માને) દેખતા-અનુભવતા નથી.
૨૦. શ્રી પદ્મનંદિ પંચવિંશતિકાના નિશ્ચય પંચાલતમાં ગાથા ૯ તથા ૧૭ માં કહ્યું છે કે –
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com