________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
( ૨૨૧) व्यवहारोऽभूतार्थो भूतार्थो देशितस्तु शुद्धनयः। शुद्धयः आश्रिता ये प्राप्नुवन्ति यतयः पदं परमम् ।।९।।
અર્થ:- વ્યવહારનય તો અસત્યાર્થભૂત કહેવામાં આવેલ છે અને શુદ્ઘનય સત્યાર્થભૂત કહેવામાં આવેલ છે, અને જે મુનિ શુદ્ધનયને આશ્રિત છે તે મુનિઓ મોક્ષને પ્રાપ્ત કરે છે. ૯.
अस्पृष्टमबद्धमनन्यमयुतमविशेसमभ्रमोपेतः।
यः पश्यत्यात्मानं स पुमान् खलु शुद्धनयनिष्ठ ।। १७ ।।
અર્થ:- જે પુરુષ ભ્રમરહિત થઈને આત્માને અબદ્ધ, અસ્પષ્ટ, અનન્ય, અસંયુકત, અવિશેષ માને છે તે જ પુરુષ શુદ્ઘનયમાં સ્થિત છે એમ સમજવું જોઈએ. ૧૭.
૨૧. શ્રી પુરુષાર્થસિદ્ધયુપાય ( શ્રી અમૃતચંદ્રાચાર્યકૃત ) માં કહ્યું છે કેઃ
निश्चयमिह भूतार्थं व्यवहारं वर्णयन्त्यभूतार्थम्। भूतार्थबोधविमुखः प्रायः सर्वोऽपि संसारः । ५॥
અને
અર્થ:- આચાર્યદેવનિશ્ચયનયને ભૂતાર્થ વ્યવહારનયને અભૂતાર્થ વર્ણવે છે. ઘણે ભાગે બધા સંસારીઓ ભૂતાર્થ અર્થાત્ નિશ્ચયનયના જ્ઞાનથી વિમુખ હોય છે.
૨૨. શ્રી નિયમસાર ગા. ૪૩ ની ટીકા કળશ ૬૫ માં કહ્યું છે કેઃ
Please inform us of any errors on Rajesh@Atma Dharma.com