________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૧૪૫) વૈષની ઉત્પત્તિ અજ્ઞાનથી આત્મામાં જ થાય છે અને તે આત્માનાં જ અશુદ્ધ પરિણામ છે, માટે એ અજ્ઞાનનો નાશ
કરો, સમ્યજ્ઞાન પ્રગટ કરો; આત્મા જ્ઞાનસ્વરૂપ છે, એમ અનુભવ કરો; પરદ્રવ્યને રાગ-દ્વેષનું ઉપજાવનારું માનીને તેના
પર કોપ ન કરો. (શ્રી સમયસાર કલશ ૨૨૦ નો ભાવાર્થ)
૯. કર્મનો ઉદય જીવને કાંઈ અસર કરી શકતો નથી, તે બાબત શ્રી સમયસાર નાટકના સર્વવિશુદ્ધિ દ્વારમાં નીચે પ્રમાણે સમજાવી છે:
“કોઉ શિષ્ય કહે સ્વામી રાગદોષ પરિનામ, તાકૌ મૂલ પ્રેરક કહુ તુમ કૌન હૈ; પુગ્ગલ કરમ જોગ કિધ ઈન્દ્રિનિકી ભોગ, કિંધી ધન કિંધ પરિજન કિંધી ભૌન હૈ.”
અર્થ - શિષ્ય પૂછે છે-હે સ્વામી! રાગ-દ્વેષ પરિણામોનું મૂળ પ્રેરક કોણ છે તે તમે કહો. (શું તે) પદ્ગલિક કર્મ છે? યોગ (મન-વચન-કાયની ક્રિયા) છે, ઈન્દ્રિયોનો ભોગ છે? ધન છે? પરિજન (ઘરના લોકો છે? કે મકાન છે?
“ગુરુ કહૈ કહી દર્વ અપને અપને રૂપ, સબનિકો સદા અસહાઈ પરિનૌન હૈ; કોઉ દરવ કાહુકો ન પ્રેરક કદાચિ તાતેં, રાગદોષ મોહ ભૂષા મદિરા અચૌન છે.”
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com