________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૧૪૪) તો ભલે હો; તથાપિ તે (જ્ઞાની) તો નિરાસવ જ છે, કારણ કે કર્મોદયનું કાર્ય જે રાગદ્વેષમોહરૂપ આસ્રવભાવ તેના અભાવમાં દ્રવ્ય- પ્રત્યયો બંધનાં કારણ નથી. (જેમ પુરુષને રાગભાવ હોય તો જ જુવાની પામેલી સ્ત્રી તેને વશ કરી શકે છે, તેમ જીવને આસ્રવભાવ હોય તો જ ઉદયપ્રાપ્ત દ્રવ્ય-પ્રત્યયો નવો બંધ કરી શકે છે.”
(શ્રી સમયસાર ગા. ૧૭૩ થી ૧૭૬ ની ટીકા) ૬. આથી સિદ્ધ થાય છે કે કર્મોદય જીવને વિકાર કરાવે અર્થાત્ કર્મનો જેવો ઉદય આવે તે પ્રમાણે જીવને વિકાર કરવો પડે એમ નથી. જીવ પોતાની અજ્ઞાનતાવશ કર્મોદયમાં જોડાય તો જ તે કર્મોદય પોતાના વિકારને નિમિત્તભૂત કહેવાય; પણ જો તે પોતાના આત્મસ્વરૂપમાં સ્થિર થઈ કર્મોદયમાં ન જોડાય તો તે કર્મોદય તેનામાં વિકારનું નિમિત્ત થાય નહિ અને તેથી કર્મના નવા બંધનું નિમિત્તકારણ બને નહિ, પણ તે નિર્જરાનું કારણ બને.
૭. “.... એ અવિદ્યા તારી જ ફેલાયેલી છે; તું અવિદ્યારૂપ કર્મમાં ન પડી રૂ ન જોડે તો જડનું (કર્મનું) તો કાંઈ જોર નથી.” (શ્રી દીપચંદજીકૃત-અનુભવ પ્રકાશ-ગુ. આવૃત્તિ પાનું ૩૭)
૮. અજ્ઞાની જીવ રાય-દ્વેષની ઉત્પત્તિ પરદ્રવ્ય (કર્માદિ) થી થતી માનીને પર દ્રવ્ય ઉપર કોપ કરે છે કે, “આ પરદ્રવ્ય મને રાગ-દ્વેષ ઉપજાવે છે, તેને દૂર કરું.' એવા અજ્ઞાની જીવને સમજાવવાને આચાર્યદેવ ઉપદેશ કરે છે કે-રાગ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com