________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૧૪૬) અર્થ - ગુરુ સમાધાન કરે છે કે-છયે દ્રવ્યો પોતપોતાના સ્વરૂપમાં સદા અસહાય પરિણમન કરે છે; તેથી કોઈ દ્રવ્ય કોઈ પરિણતિ માટે કદી પણ પ્રેરક થતા નથી, માટે રાગ-દ્વેષનું મૂલ કારણ મોહમિથ્યાત્વનું મદિરાપાન છે.
(જાઓ સમયસાર નાટક, પાનું ૩૫૧-૩૫ર) 10. ભાવકર્મનો કર્તા અજ્ઞાની જીવ જ છે એમ શ્રી આચાર્યદેવ શ્રી સમયસારમાં યુક્તિ દ્વારા નીચે પ્રમાણે સિદ્ધ કરે છે:
જો મિથ્યાત્વ નામની (મોહનીય કર્મની) પ્રકૃતિ આત્માને મિથ્યાષ્ટિ કરે છે એમ માનવામાં આવે તો તારા મતમાં અચેતન પ્રકૃતિ (મિથ્યાત્વભાવની) કર્તા બની! (તેથી મિથ્યાત્વભાવ અચેતન ઠર્યો.
(ગાથા. ૩૨૮) અથવા, આ જીવ પુદ્ગલ દ્રવ્યના મિથ્યાત્વને કરે છે એમ માનવામાં આવે તો પુદ્ગલદ્રવ્ય મિથ્યાદષ્ટિ ઠરે! જીવ નહિ!”
અથવા જો જીવ તેમજ પ્રકૃતિ-બન્ને પુગલદ્રવ્યને મિથ્યાત્વભાવરૂપ કરે છે એમ માનવામાં આવે, તો જે બન્ને વડે કરવામાં આવ્યું તેનું ફળ બને ભોગવે !” (ગા. ૩૩૦)
“અથવા જો પુદ્ગલદ્રવ્યને, મિથ્યાત્વભાવરૂપ નથી પ્રકૃતિ કરતી કે નથી જીવ કરતો (બેમાંથી કોઈ કરતું નથી) એમ માનવામાં આવે, તો પુદ્ગલદ્રવ્ય સ્વભાવે જ મિથ્યાત્વ ભાવરૂપ ઠરે ! તે શું ખરેખર મિથ્યા નથી?” (ગા. ૩૩૧)
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com