________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૧૮૧) તારી જ ફેલાયેલી છે; તું અવિઘારૂપ કર્મમાં ન પડી રૂ ન જોડે તો જડનું કાંઈ જોર નથી; તેથી અપરંપાર શક્તિ તારી છે..”
(શ્રી દીપચંદજીકૃત “અનુભવપ્રકાશ'-ગુ. આવૃત્તિ, પા. ૩૭) પ્ર. ૪૧૦-સંજ્ઞી પંચેન્દ્રિયપણું, મનુષ્યપણું, કર્મનો મંદ ઉદય
સમ્યજ્ઞાનીનો ઉપદેશ વગેરે નિમિત્તો વિના ખરેખર
મોક્ષમાર્ગ પ્રગટ થાય છે? ઉ. ૧. હા; કારણ કે દરેક દ્રવ્યના દ્રવ્ય, ક્ષેત્ર કાળ અને ભાવ
પોતાપણે છે અને પરપણે નથી, માટે એક દ્રવ્યને બીજા દ્રવ્યની જરૂર પડતી જ નથી. જ્યાં નિશ્ચય કારણઉપાદાનકારણ હોય છે ત્યાં વ્યવહારકરણ-નિમિત્તકારણ
હોય છે જ. ૨. જીવ નિજ શુદ્ધ જ્ઞાતા-દષ્ટા સ્વભાવની રુચિ અને તેમાં
લીનતારૂપ પુરુષાર્થ ન કરે ત્યાં સુધી કોઈ પદાર્થ ઉપર નિમિત્તપણાનો આરોપ આવતો નથી. જીવ જ્યારે પોતામાં ધર્મ-અવસ્થા પ્રગટ કરે ત્યારે તેને ઉચિત (અનુકૂળ) બાહ્ય પદાર્થ ઉપર નિમિત્તપણાનો આરોપ
આવે છે. ૩. નિશ્ચયનયે તો નિમિત્ત વિના ઉપાદાનમાં સ્વથી જ કાર્ય
થાય છે, પણ તે કાળે કેવાં નિમિત્તો હોય છે તેનું જ્ઞાન કરાવવા માટે નિમિત્ત વિના કાર્ય થતું નથી એવું
વ્યવહાર નયનું કથન છે. ૪. “જિનમાર્ગમાં કોઈ ઠેકાણે તો નિશ્ચયનયની મુખ્યતાસહિત વ્યાખ્યાન છે. તેને તો સત્યાર્થ એમ જ છે”
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com