________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૧૮૦) અર્થ- કોઈ કોઈ મૂર્ખ એમ કહે છે કે આત્મામાં રાગદ્વષના ભાવ પુદ્ગલની જોરાવરીથી થાય છે તે કહે છે કેપુદ્ગલ કર્મરૂપ પરિણમનના ઉદયમાં જેવું-જેવું જોર કરે છે તેવું તેવું બાહુલ્યતાથી રાગ-દ્વષના પરિણામ થાય છે.
“ઈહિ વિધિ જો વિપરીત પખ, ગહે સર્વે કોઈ;
સો નર રાગ વિરોધસૌ, કબહૂ ભિન્ન ન હોઈ. સુગુરુ કહૈ જગમેં રહે, પુગલ સંગ સદીવ; સહજ શુદ્ધ પરિનમનિકૌ, અવસર લહેં ન જીવ. તાતેં ચિભાવનિ વિષે, સમરથ ચેતન રાઉ, રાગ-વિરોધ મિથ્યાતમેં, સમકિતમેં સિવ ભાઉ.”
(સમયસાર નાટક પા. ૩૫૩) અર્થ- આવી રીતે કોઈ માણસ વિપરીત પક્ષ ગ્રહણ કરી શ્રદ્ધાન કરે છે કે તે રાગવિરોધરૂપ ભાવોથી કદી ભિન્ન થઈ શકે જ નહિ. સદ્દગુરુ કહે છે કે-જગતમાં સંસારી જીવને પુદ્ગલનો સંગ જો સદૈવ રહે તો જીવને સહુજ શુદ્ધ પરિણામ કરવાનો અવસર જ મળે નહિ, માટે પોતાના (શુદ્ધ યા અશુદ્ધ) ચૈતન્યપરિણામમાં ચેતનરાજા જ સમર્થ છે. રાગવિરોધરૂપ પરિણામ પોતાના મિથ્યાત્વભાવમાં છે, અને પોતાના સમકિત પરિણામમાં શિવ-ભાવ અર્થાત જ્ઞાન-દર્શન-સુખ આદિ ઊપજે છે.
૨. “અવિદ્યા જડ નાની શક્તિથી તારી મહાન શક્તિ ન હણાઈ જાય; પરંતુ તારી શુદ્ધ શક્તિ પણ મોટી, તારી અશુદ્ધ શક્તિ પણ મોટી, તારી (ઊંધી) ચિંતવણી તારે ગળે પડી અને તેથી પરને દેખી આત્મા ભૂલ્યો, એ અવિદ્યા
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com