SearchBrowseAboutContactDonate
Page Preview
Page 147
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates (૧૦૮). પ્રમાદ કહે છે. (મિથ્યાષ્ટિથી લઈને છઠ્ઠી ગુણસ્થાન સુધી પ્રમાદની વ્યાખ્યા તેની ભૂમિકા અનુસાર જાણવી. ) પ્ર. ૩૦૫- પ્રમાદના કેટલા ભેદ છે? ઉ. તેના પંદર ભેદ છે:- ૪ વિકથા (સ્ત્રીકથા, રાષ્ટ્રકથા, ભોજનકથા અને રાજકથા), ૪ કષાય (ક્રોધ, માન, માયા અને લોભ ), ૫ પાંચ ઈન્દ્રિયોના વિષય, ૧-નિદ્રા અને ૧ પ્રણય (સ્નેહ). પ્ર. ૩૦૬-કપાય કોને કહે છે? ઉ. મિથ્યાત્વ તથા ક્રોધ, માન, માયા, લોભરૂપ આત્માની અશુદ્ધ પરિણતિને કષાય કહે છે. તેના ૨૫ પ્રકાર છે. ૪ અનંતાનુબંધી ક્રોધ, માન, માયા અને લોભ, ૪ અપ્રત્યાખ્યાનાવરણીય ક્રોધાદિ, ૪ પ્રત્યાખ્યાનાવરણીય ક્રોધાદિ, ૪ સંજ્વલન ક્રોધાદિ એમ ૧૬ કષાય અને ૯ નોકષાય (હાસ્ય રતિ, અરતિ, શોક, ભય, જુગુપ્સા, સ્ત્રીવેદ, પુરુષવેદ અને નપુંસકવેદરૂપ આત્માની અશુદ્ધ પરિણતિને નોકષાય કહે છે.) (પ્રમાદ અને કષાયમાં સામાન્ય વિશેષનો તફાવત છે.) પ્ર. ૩૦૭-યોગ કોને કહે છે? ઉ. મન, વચન, કાયના આલંબનથી આત્માના પ્રદેશોનું પરિસ્પંદન થવું તેને યોગ કહે છે. [ યોગગુણના અશુદ્ધ પર્યાયમાં કંપનપણાને દ્રવ્યયોગ Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
SR No.008249
Book TitleJain Siddhanta Prashnottarmala 1
Original Sutra AuthorN/A
AuthorDigambar Jain Swadhyay Mandir Trust Songadh
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year
Total Pages415
LanguageGujarati
ClassificationBook_Gujarati, Education, & Religion
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy