________________
Version 001: remember to check hffp://www.AtmaDharma.com for updates
(૨૧૪)
શુદ્ધ દ્રવ્યાર્થિક નયથી સર્વ અન્ય દ્રવ્યના સ્વભાવો તથા અન્યના નિમિત્તથી થતા વિભાવોને દૂર કરવારૂપ તેનો સ્વભાવ છે, તેથી તે ‘અમેચક' છે–શુદ્ધ એકાકાર છે. ૧૮.
૬. શ્રી સમયસાર ગા. ૧૭૯-૮૦ ની ટીકા નીચે કળશ નં. ૧૨૨માં કહ્યું છે કેઃ
इदमेवात्र तात्पर्य हेय; शुद्धनयो न हि 1 नास्ति बंधस्तदत्यागात्तत्त्यागाद्बंध एव हि ।। १२२ ।।
અર્થ:- અહીં આ જ તાત્પર્ય છે કે શુદ્ધનય ત્યાગવા યોગ્ય નથી; કારણ કે તેના અત્યાગથી (કર્મનો ) બંધ થતો નથી અને તેના ત્યાગથી બંધ જ થાય છે, ૧૨૨.
૭. શ્રી સમયસાર ગા. ૨૭૧ ની ટીકા કળશ નંબર ૧૭૩ માં કહ્યું છે કેઃ
(શાર્દુલવિક્રીડિત )
सर्वत्राध्यवसानमेवमखिलं त्याज्यं यदुक्तं जिनैस्तन्मन्ये व्यवहार एव निखिलोऽप्यन्याश्रयस्त्याजितः। सम्यनिश्चयमेकमेव तदमी निष्कंपमाक्रम्य किं ? शुद्धज्ञानघने महिम्नि न निजे बध्नंति संतो घृतिम् ।। १७३ ।।
અર્થ:- આચાર્યદેવ કહે છે કેઃ- સર્વ વસ્તુઓમાં જે અધ્યવસાન થાય છે તે બધાંય ( અધ્યવસાન ) જિન
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com