________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૨૧૬). નિરવિકલ્પ નિરુપાધિ આતમ સમાધિ, સાધિ જે સુગુન મોખ પંથક ટુકત હૈ તેઈ જીવ પરમ દસામેં થિરરૂપ હવૈ કે,
ધરમમેં ધૂકે ન કરમસીં સકતા હૈ. ૩૨
અર્થ:- અસંખ્યાત લોકપ્રમાણ જે મિથ્યાત્વભાવ છે તે વ્યવહારભાવ છે એમ કેવળી ભગવાન કહે છે. જે જીવને મિથ્યાત્વનો નાશ થવાથી સમ્યગ્દર્શન પ્રગટ થાય છે, તે
વ્યવહારથી મુક્ત થઈ નિશ્ચયમાં લીન થાય છે. અને તે નિર્વિકલ્પ, નિરુપાધિમય આત્મઅનુભવ સાધી સાચા મોક્ષમાર્ગમાં લાગે છે અને તે જ પરમ ધ્યાનમાં સ્થિર થઈને નિર્વાણ પ્રાપ્ત કરે છે, કર્મોથી રોકાતો નથી. ૩૨.
૧૦. શ્રી મોક્ષપાહુડ ગા. ૩૧માં કહ્યું છે કેजो सुत्तो ववहारे सो जोई जग्गए सकज्जम्मि। जो जग्गदि ववहारे सो सुत्तो अप्पणो कज्जे।।३१।।
અર્થ- જે યોગી ધ્યાની મુનિ વ્યવહારમાં સૂતા છે તે પોતાના સ્વરૂપના કાર્યમાં જાગે છે અને જે વ્યવહારમાં જાગે છે તે પોતાના આત્મકાર્યમાં સૂતા છે.
૧૧. શ્રી પ્રવચનસાર ગા. ૨OO માં કહ્યું છે કે
तस्मातथा ज्ञात्वात्मानं ज्ञायकं स्वभावेन। परिवर्जयामि ममतामुपस्थितो निर्ममत्वे।। २०० ।।
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com