________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૯૭) તાત્કાલિક (વર્તમાનકાલીન) પર્યાયોની માફક, અત્યંત મિશ્રિત હોવા છતાં સૌ પર્યાયોમાં વિશિષ્ટ લક્ષણ સ્પષ્ટ જણાય એ રીતે. એક ક્ષણે જ જ્ઞાનમહેલમાં સ્થિતિ પામે છે. આ ગાથાની સં. ટીકામાં શ્રી જયસેનાચાર્યે કહ્યું છે કે
... જ્ઞાનમાં સૌ દ્રવ્યોના ત્રણે કાળના પર્યાયો એકી સાથે જણાવા છતાં દરેક પર્યાયનું વિશિષ્ટ સ્વરૂપ-પ્રદેશ, કાળ, આકાર વગેરે વિશેષતાઓ સ્પષ્ટ જણાય છે; સંકર-વ્યતિકર થતા નથી.”
૩. “તેમને (કેવલી ભગવાનને) સમસ્ત દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવનું અક્રમે ગ્રહણ હોવાથી સમક્ષ સંવેદનને (પ્રત્યક્ષ જ્ઞાનને) આલંબનભૂત સમસ્ત દ્રવ્ય-પર્યાયો પ્રત્યક્ષ જ
છે. )
(શ્રી પ્રવચનસાર ગુ. આ. ગાથા ૨૧ની ટીકા) ૪. “જે (પર્યાયો) અદ્યાપિ ઉત્પન્ન થયા નથી તથા જે ઉત્પન્ન થઈને વિલય પામી ગયા છે, તે (પર્યાયો) ખરેખર
અવિદ્યમાન હોવા છતાં જ્ઞાનપ્રતિ નિયત હોવાથી ( જ્ઞાનમાં નિશ્ચિત-સ્થિર-ચોટેલા હોવાથી, જ્ઞાનમાં સીધા જણાતા હોવાથી) જ્ઞાનપ્રત્યક્ષ વર્તતા થકા, પત્થરના સ્તંભમાં કોતરાયેલા ભૂત અને ભાવિ દેવોની (તીર્થકર દેવોની) માફક પોતાનું સ્વરૂપ અકંપપણે ( જ્ઞાનને) અર્પતા એવા (તે પર્યાયો), વિધમાન જ છે.”
(શ્રી પ્રવચનસાર ગાથા ૩૮ની ટીકા),
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com