________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૯૬). પ્ર. ૨૯૪-સર્વજ્ઞ ભગવાનના કેવળજ્ઞાનનો શો વિષય છે? (3. १ सर्वद्रव्यपर्यायेषु केवलस्य।
(મોક્ષશાસ્ત્ર અ. ૧, સૂત્ર ૨૯) અર્થ- કેવલજ્ઞાનનો વિષય, સર્વદ્રવ્યો (ગુણો સહિત) અને તેમના સર્વ પર્યાયો છે અર્થાત્ કેવલજ્ઞાન એકસાથે સર્વ પદાર્થોને અને તેમના સર્વ ગુણો અને પર્યાયોને જાણે છે.
૨. શ્રી કુન્દુકુન્દાચાર્યત પ્રવચનસાર-ગા. ૩૭માં કહ્યું છે કેतक्कालिगेव सव्वे सदसभूदा हि पज्जया तासिं। वट्टते ते जाणे विसेसदो दव्वजादीणं ।। ३७।।
અર્થ- “ તે (જીવાદિ) દ્રવ્યજાતિઓના સમસ્ત વિધમાન અને અવિદ્યમાન પર્યાયો, તાત્કાલિક (વર્તમાન) પર્યાયોની માફક, વિશિષ્ટતાપૂર્વક (પોતપોતાના ભિન્ન-ભિન્ન સ્વરૂપે) જ્ઞાનમાં વર્તે છે.”
આ શ્લોકની શ્રી અમૃતચંદ્રાચાર્યપૂર્વક સંસ્કૃત ટીકામાં કહ્યું છે કે
(જીવાદિ) સમસ્ત દ્રવ્યજાતિઓના પર્યાયોની ઉત્પત્તિની મર્યાદા ત્રણે કાળની મર્યાદા જેટલી હોવાથી (અર્થાત્ તેઓ ત્રણે કાળ ઉત્પન્ન થયા કરતા હોવાથી), તેમના (તે સમસ્ત દ્રવ્યજાતિઓના) ક્રમપૂર્વક તપતી સ્વરૂપ સંપદાવાળા (એક પછી એક પ્રગટતા), વિદ્યમાનપણાને અને અવિદ્યમાનપણાને પામતા (ભૂતકાળ અને ભવિષ્યકાળના) જે કોઈ જેટલા પર્યાયો છે, તે બધાય,
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com