________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updařes
[ ૯ ]
વળી શ્રી કુન્દકુન્દ્રાચાર્ય રચિત શ્રી સમયસારની ટીકામાં જયસેનાચાર્યે તથા યોગીન્દ્રદેવજી ચિત શ્રી પરમાત્મપ્રકાશની ટીકામાં શ્રી બ્રહ્મદેવજીએ શાસ્ત્રોના અર્થો કરવાની પદ્ધતિ દર્શાવી છે, જે આ પુસ્તક (ભાગ બીજો ) ના ૪૫મા પૃષ્ઠ પર છે. તેમાં પણ દરેક પ્રસંગે જ નયનું કથન હોય તે નક્કી કરી યથાર્થ અર્થ કરવા.
૨.નિમિત્ત-નૈમિત્તિક સંબંધ વગેરે:
શ્રી
નિમિત્ત-નૈમિત્તિક સંબંધ તે ખરેખર વ્યવહારનયનો વિષય છે તેથી તેનો અર્થ કરવામાં ખાસ કાળજી રાખવાની જરૂર છે, કેમકે નિમિત્તકા૨ણ તે ખરું કારણ નથી. માત્ર તે આરોપિત કારણ છે. દરેક સમયે દરેક દ્રવ્યમાં અનાદિથી અનંતકાળ સુધી પર્યાય થયા કરે છે, અને પર્યાય તે કાર્ય છે. કાર્ય તો ખરેખર ઉપાદાનસદશ થાય છે, પણ તે વખતે જે પદાર્થ ઉ૫૨, કારણ નહિ હોવા છતાં કારણપણાનો આરોપ આવે છે તેને નિમિત્ત કહેવામાં આવે છે; આ નિમિત્ત સંબંધીનું જ્ઞાન કરવું આવશ્યક છે, પણ નિમિત્તને લીધે નૈમિત્તિકમાં કાંઈ પણ કાર્ય થાય છે તેમ માનવું તે નિમિત્તને નિમિત્ત નહિ માનતાં ખરેખર ઉપાદાન માન્યા બરાબર થાય છે; વ્યવહાર કારણ વ્યવહારરૂપે નહિ રહેતાં નિશ્ચયકારણ થઇ જાય છે. જીવ અનાદિથી વ્યવહારને નિશ્ચય માનતો આવ્યો છે, તેથી શાસ્ત્રાભ્યાસ કરતાં પણ જીવજો વ્યવહા૨ને નિશ્ચયરૂપ માનવાનો અર્થ કરે તો અનાદિની થતી આવતી ભૂલ તેને ટળતી નથી.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com