________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૬૮) છે. અન્ય મતવાદી (વસ્તુને) સતરૂપ જ અથવા અસતરૂપ જ છે-એમ એકાન્ત કહે છે–તો કહો. વસ્તુ તો એવી નથી. વસ્તુ જ પોતાનું સ્વરૂપ અનેકાન્તસ્વરૂપ પોતે દેખાડે છે તો અમે શું કરીએ. વાદી પોકારે છે, “વિરુદ્ધ છે રે... વિરુદ્ધ છે રે.........' તો પોકારો. કાંઈ નિરર્થક પોકારમાં સાધ્ય
નથી...” (જુઓ, આપ્તમીમાંસા-ગા. ૧૧૦ ની ટીકા) પ્ર. ૧૦૪-અનેકાંત અને એકાંતનો નિશક્તિ અર્થ શો? તે
દરેકના કેટલા ભેદ છે? ઉ. અનેકાન્ત=અનેકઅંત-અનેક ધર્મો. એકાન્ત = એક + અંત – એક ધર્મ.
અનેકાન્તના બે ભેદ છે:- ૧. સમ્યક અનેકાન્ત અને ૨. મિથ્યા અનેકાન્ત.
એકાન્તના બે ભેદ છે:- ૧. સમ્યક એકાંત અને ૨. મિથ્યા એકાન્ત.
સમ્યક અનેકાંત તે પ્રમાણ છે અને મિથ્યા અનેકાંત તે પ્રમાણાભાસ છે.
સમ્યક એકાંત તે નય છે અને મિથ્યા એકાંત તે નયાભાસ છે. પ્ર. ૧૦૫-સમ્યક અનેકાન્ત અને મિથ્યા અનેકાન્તનું સ્વરૂપ
શું? ઉ. સમ્યક અનેકાન્ત:- પ્રત્યક્ષ, અનુમાન તથા આગમ
પ્રમાણથી અવિરુદ્ધ એક વસ્તુમાં જે અનેક ધર્મો છે તેને નિરૂપણ કરવામાં તત્પર છે તે સમ્યક અનેકાન્ત છે. દરેક ચીજ પોતાપણે છે અને પરપણે નથી; આત્મા
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com