SearchBrowseAboutContactDonate
Page Preview
Page 328
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember fo check hffp://www.AtmaDharma.com for updates પ્રકરણ નવમું અનેકાન્ત અને સ્યાદ્વાદ અધિકાર પ્ર. ૧૦૧- અનેકાન્ત કોને કહે છે? ઉ. ૧. પ્રત્યેક વસ્તુમાં વસ્તુપણાની સિદ્ધિ કરનારી અસ્તિનાસ્તિ આદિ પરસ્પર વિરુદ્ધ બે શક્તિઓનું એકી સાથે પ્રકાશિત થવું તેને અનેકાન્ત કહે છે. આત્મા સદા સ્વ-રૂપે છે અને પર-રૂપે નથી, એવી જે દૃષ્ટિ તે જ સાચી અનેકાન્ત-દષ્ટિ છે. ૨. “ સત્-અસત, નિત્ય-અનિત્ય, એક-અનેક ઈત્યાદિ સર્વથા એકાન્તનું નિરાકરણ (નકાર) તે અનેકાન્ત છે.” (આપ્તમીમાંસા-ગા. ૧૦૩ ની ટીકા ) પ્ર. ૧૦૨-અનેકાન્તસ્વરૂપ કેવી રીતે સિદ્ધ થાય છે? ઉ. પદાર્થ અનેક ધર્મવાન છે, કેમકે તેમાં નિત્યાદિ એકાન્તસ્વરૂપનો અભાવ છે. અહીં અનેકાન્તરૂપપણાથી વિરુદ્ધ સ્વરૂપનો અભાવ, વસ્તુના અનેકાન્ત સ્વરૂપને જ સિદ્ધ કરે છે. (પરીક્ષામુખ–અ ૩, સૂ. ૮૫ ની ટીકા ) પ્ર. ૧૦૩–બે વિરુદ્ધ ધર્મસહિત વસ્તુ સત્યાર્થ હોય ? ઉ. હા, વસ્તુ છે તે તત્-અતત્ એવાં બેઉ રૂપ છે. માટે જે વાણી વસ્તુને તત્ જ કહે છે તે સત્ય કેમ હોય ?–ન હોય......... અહીં એમ સમજવું કે વસ્તુ છે તે તો પ્રત્યક્ષાદિ પ્રમાણના વિષયરૂપ સત્-અસત્ (અસ્તિ-નાસ્તિ ) આદિ વિરુદ્ધ ધર્મના આધારરૂપ છે. તે અવિરુદ્ધ (યથાર્થ ) Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
SR No.008249
Book TitleJain Siddhanta Prashnottarmala 1
Original Sutra AuthorN/A
AuthorDigambar Jain Swadhyay Mandir Trust Songadh
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year
Total Pages415
LanguageGujarati
ClassificationBook_Gujarati, Education, & Religion
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy