________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૧૩) કેટલાં અને પરિણમનરૂપ ભાવવતી-શક્તિવાળાં કેટલાં દ્રવ્યો છે? ઉ. જીવ અને પુગલ-એ બે દ્રવ્યો ક્ષેત્રાન્તર કરવાની
શક્તિવાળાં હોવાથી તેઓ ક્રિયાવતી-શક્તિવાળાં છે; અને છએ દ્રવ્યો, નિરંતર પરિણમનશીલ હોવાથી, ભાવવતી
શક્તિવાળાં છે. પ્ર. પ૩-અનંત પુદ્ગલ પરમાણુઓ તથા સૂક્ષ્મ સ્કંધો
લોકાકાશના એક પ્રદેશમાં અવગાહના પામે-એક પ્રદેશને
રોકે, તો એક બીજાને બાધા થાય કે નહિ? ઉ. ના સર્વ પદાર્થોને એક જ કાળમાં અવકાશ-દાન દેવાનો
અસાધારણ ગુણ આકાશનો છે તથા બીજા સૂક્ષ્મ પદાર્થમાં પણ અવકાશદાન દેવાનો ગુણ છે. એક આકાશપ્રદેશમાં
અમર્યાદિત અવકાશદાનશક્તિ છે. પ્ર. ૫૪-એવાં ક્યા દ્રવ્યો છે કે જે માત્ર કિયાવતી-શક્તિવાળાં
દ્રવ્યો હોય તેમને જ નિમિત્ત થાય? ઉ. જીવ અને પુદગલ દ્રવ્યો જ ક્રિયાવતી શક્તિવાળાં, ગતિ
કરનારા અને ગતિપૂર્વક સ્થિર થનારા દ્રવ્યો છે, તેમને
ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાય અનુક્રમે નિમિત્ત છે. પ્ર. ૫૫-દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવની અપેક્ષાએ અનંતપણે
કોની કોની સંખ્યા વધારે છે તે બતાવો. ઉ. (૧) દ્રવ્ય અપેક્ષાએ પુદ્ગલ પરમાણુ દ્રવ્યોની સંખ્યા
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com