________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૧૭ર) ૨. “જે હેતુ કાંઈ પણ ન કરે તે અકિંચિત્કર કહેવાય છે.
(જુઓ, શ્રી સમયસાર ગા. ર૬૭ ની ટીકા). એક દ્રવ્યનો વ્યાપાર બીજા દ્રવ્યમાં હોતો જ નથી; ઉક્ત કથનથી સિદ્ધ થાય છે કે આત્માને ઈન્દ્રિયજન્ય જ્ઞાન અને સુખ થવામાં શરીર, ઇન્દ્રિયો તથા તેના વિષયો અનુત્પાદક હોવાથી અકિંચિત્કર છે....”
(પંચાધ્યાયી ભા. ૨, ગા. ૩પ૬નો ભાવાર્થ) ૩. “તત્ત્વદષ્ટિથી જોતાં રાગ-દ્વેષને ઉપજાવનારું અન્ય દ્રવ્ય જરાય (વિવા9િ) દેખાતું નથી.”
(શ્રી સમયસાર કળશ ૨૧૯) ૪. “આ આત્મામાં જે રાગદ્વેષરૂપ દોષોની ઉત્પત્તિ થાય છે
ત્યાં પરદ્રવ્યોનો કાંઈ પણ દોષ નથી, ત્યાં તો સ્વય અપરાધી એવું આ અજ્ઞાન જ ફેલાય છે.
(શ્રી સમયસાર, કલશ ર૨૦) ૫. “...... આમ પોતાના સ્વરૂપથી જ જાણતા એવા
આત્માને પોતપોતાના સ્વભાવથી જ પરિણમતા શબ્દાદિક કિંચિત્ માત્ર પણ વિકાર કરતા નથી, જેમ પોતાના સ્વરૂપથી જ પ્રકાશતા એવા દીવાને ઘટપટાદિ પદાર્થો વિકાર કરતા નથી તેમ. આવો વસ્તુ સ્વભાવ છે, તો પણ જીવ, શબ્દને સાંભળી, રૂપને દેખી, ગંધને સૂધી, રસને આસ્વાદી, સ્પર્શને સ્પર્શી, ગુણદ્રવ્યને જાણી; તેમને સારાં-નરસાં માની રાગદ્વેષ કરે છે તે અજ્ઞાન જ છે.
(શ્રી સમયસાર-ગા. ૩૭૩ થી ૩૮ર નો ભાવાર્થ)
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com