________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૧૭૩) ૬. “ વસ્તુસ્વભાવ પર વડ ઉત્પન્ન કરી શકાતો નહિ હોવાથી, તેમજ વસ્તુસ્વભાવ પરને ઉત્પન્ન કરી શકતો નહિ હોવાથી, આત્મા જેમ બાહ્ય પદાર્થોની અસમીપતામાં (પોતાના સ્વરૂપથી જ જાણે છે, તેમ બાહ્ય પદાર્થોની સમીપતામાં પણ પોતાના સ્વરૂપથી જ જાણે છે. (એમ) પોતાના સ્વરૂપથી જ જાણતા એવા તેને ( આત્માને), વસ્તુસ્વભાવથી જ વિચિત્ર પરિણતિને પામતા એવા મનોહર કે અમનોહર શબ્દાદિ બાહ્ય પદાર્થો જરાય વિક્રિયા ઉત્પન્ન કરતા નથી.”
(શ્રી સમયસાર ગાથા ૩૭૩ થી ૩૮૨ ની ટીકા) પ્ર. ૪૦૪- નિમિત્ત-નૈમિત્તિક સંબંધ ક્યારે કહેવાય? ઉં. જે સમયે વસ્તુ કાર્યરૂપે પરિણમે એટલે કે ઉપાદાનમાં કાર્ય થાય તે જ સમયે સંયોગરૂપ પરવસ્તુને નિમિત્ત કહેવાય. જો કાર્ય ન થાય તો કોઈ સામગ્રીને નિમિત્ત કારણ કહેવાય નહિ, કારણ કે કાર્ય થયા પહેલાં નિમિત્ત કોનું? કાર્યકારણનો સમય એક જ હોય છે. નિમિત્ત-નૈમિત્તિક સંબંધ
એક સમયના વર્તમાન પર્યાયમાં જ હોય છે. પ્ર. ૪૦પ-નિમિત્ત-નૈમિત્તિક સંબંધ દષ્ટાંત આપી સમજાવો. ઉ. (૧) કેવળજ્ઞાન નૈમિત્તિક છે અને લોકાલોકરૂપ બધાં શેય
નિમિત્ત છે. (પ્રવચનસાર ગા. ર૬ ની ટીકા) (૨) સમ્યગ્દર્શન નૈમિત્તિક છે અને સમ્યજ્ઞાનીના ઉપદેશાદિ નિમિત્ત છે.
(આત્માનુશાસન ગા. ૧૦ ની ટીકા) (૩) સિદ્ધદશા નૈમિત્તિક છે અને પુદ્ગલકર્મનો અભાવ
નિમિત્ત છે. (સમયસાર ગા. ૮૩ ની ટીકા )
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com