________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૧૭૪). (૪) “જેમ અધ:કર્મથી નીપજેલું અને ઉદ્દેશથી નીપજેલું
એવું જે નિમિત્તભૂત (આહારાદિ) પુદ્ગલદ્રવ્ય તેને નહિ પચ્ચકખતો આત્મા (મુનિ ) નૈમિત્તિકભૂત બંધસાધક ભાવને પચ્ચકખતો (ત્યાગતો) નથી, તેમ સમસ્ત પરદ્રવ્યને નહિ પચ્ચકખતો (નહિ ત્યાગતો) આત્મા તેના નિમિત્ત થતા ભાવને પચ્ચકખતો (ત્યાગતો) નથી.” (સમયસાર ગાથા ૨૮૬-૮૭ ની ટીકા)
આમાં બંધસાધકભાવ નૈમિત્તિક છે અને અધઃકર્મ અને ઉશિક આહારાદિ પરદ્રવ્ય નિમિત્ત છે. ૧. “જે પાપકર્મથી આહાર નીપજે તે પાપકર્મને અધ:કર્મ
કહેવામાં આવે છે, તેમ જ તે આહારને પણ અધ:કર્મ કહેવામાં આવે છે. જે આહાર ગ્રહણ કરનારના નિમિત્તે જ બનાવવામાં આવ્યો હોય તેને ઉશિક કહેવામાં આવે છે.” આવા આહાર (અધ:કર્મ અને ઉશિક) ના નિમિત્તે જે આત્માના ભાવ થાય છે તે નૈમિત્તિક
બંધસાધક ભાવ છે. ૨. નિમિત્ત-નૈમિત્તિકસંબંધ માત્ર કર્મ અને જીવ વચ્ચે જ હોય છે એ વાત ખરી નથી, કારણો બતાવવાં હોય
ત્યારે ઉપાદાનકારણ અને નિમિત્તકારણ કહેવાય છે. ૩. નિમિત્તકારણ અને તેની સાથેનો સંબંધ બતાવવો હોય
ત્યારે ઉપાદાનનું કાર્ય ( નિમિત્ત અપેક્ષાએ) નૈમિત્તિક
કáાય છે. પ્ર. ૪૦૬-“ગુરુ ઉપદેશ નિમિત્ત વિન, ઉપાદાન બલહીન; જ્યો નર દુજે પાંવ બિન, ચલકો આધીન.”
(બનારસી વિલાસ)
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com