________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૧૭૫) અર્થ:- ગુરુના ઉપદેશરૂપ નિમિત્ત વિના ઉપાદાન ( શિષ્યાદિ) બળહીન છે. (કારણ કે) બીજા પગ વગર માણસ ચાલી શકે ?
[ આ માન્યતા બરાબર છે? એવો શિષ્યનો પ્રશ્ન છે. ] ઉ. એ માન્યતા બરાબર નથી એમ બતાવવા શ્રીગુરુ દોહાથી
જવાબ આપે છે(૧) “જ્ઞાનનૈન કિરિયા ચરન, દોઊ શિવમગધાર; ઉપાદાન નિહર્ચે જહ, તહીં નિમિત્ત વ્યોહાર, ”
(બનારસી વિલાસ) અર્થ- સમ્યગ્દર્શન જ્ઞાનરૂપ નેત્ર અને સ્થિરતારૂપ ચરણ (અર્થાત્ લીનતારૂપ ક્રિયા)એ બન્ને મળીને મોક્ષમાર્ગ જાણો. જ્યાં ઉપાદાનરૂપ નિશ્ચયકારણ હોય છે ત્યાં નિમિત્તરૂપ વ્યવહાર કારણ હોય છે જ.
ભાવાર્થ- ઉપાદાન તે નિશ્ચય અર્થાત્ સાચું કારણ છે; નિમિત્ત તો માત્ર વ્યવહાર અર્થાત્ ઉપચાર કારણ છે, સાચું કારણ નથી; તેથી તો તેને અકારણવત્ (અહેતુવત) કહ્યું છે. તેને ઉપચાર (આરોપિત) કારણ એટલા માટે કહ્યું છે કે તે ઉપાદાનનું કંઈ કાર્ય કરતું-કરાવતું નથી, છતાં કાર્યના સમયે તેના ઉપર અનુકૂળપણાનો આરોપ આવે છે તે કારણે ઉપચારમાત્ર કહ્યું છે.
(સમ્યજ્ઞાન અને ચારિત્રરૂપ લીનતાને મોક્ષમાર્ગ જાણો એવું કહ્યું તેમાં શરીરાશ્રિત ઉપદેશ, ઉપવાસાદિક ક્રિયા અને શુભરાગરૂપ વ્યવહારને મોક્ષમાર્ગ ન જાણો એ વાત આવી જાય છે.)
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com