________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૨૦૪) તેથી તે કર્મના ઉદયમાં જોડાઈ રાગ-દ્વેષ-મોહાદિ ભાવના કર્તા થાય છે.
૩. સમયસાર બંધ અધિકારની ગાથાઓમાં એમ સમજાવ્યું છે કે- આત્માનો ધ્રુવસ્વભાવ અબંધ છે. તેનો જેઓ આશ્રય કરતા નથી તેને જ ભાવ અને દ્રવ્યબંધ થાય છે; અને જે ધ્રુવસ્વભાવનો આશ્રય કરે છે તેઓને ભાવ અને દ્રવ્યબંધ થતો નથી. (સમ્યગ્દષ્ટિને પોતાની નબળાઈના કારણે અલ્પ બંધ થાય છે તેને ગૌણ ગણેલ છે.)
૪. સમયસાર, ગા. ૩૧૨ થી ૩૧૫ માં પણ તે મુજબ જણાવ્યું છે. ગા. ૩૧૪માં તો કહ્યું છે કે જ્યાં સુધી આત્મા પ્રકૃતિના નિમિત્તે ઊપજવું-વણસવું છોડતો નથી ત્યાં સુધી તે અજ્ઞાયક છે, મિથ્યાષ્ટિ છે. અસંયત છે.
૫. પ્રવચનસાર શેય અધિકાર ગા. ૧૮૬ માં અશુદ્ધ પરિણામ આત્મદ્રવ્યથી [દ્રવ્યનાતચ] સ્વદ્રવ્યથી ઉત્પન્ન થાય છે એમ કહ્યું છે. અર્થાત્ રાગાદિ વિકાર જીવના પોતાના અશુદ્ધ ઉપાદાનના કારણે થાય છે. દ્રવ્યકર્મ તો નિમિત્તમાત્ર છે. માટે કર્મનો ઉદય જીવને વિકાર કરાવવા માટે નિમિત્ત થઈને આવે છે તેવું નથી, પણ “સંસાર-અવસ્થામાં આત્મા પરદ્રવ્યપરિણામને (-પુદ્ગલ કર્મપરિણામને) નિમિત્તમાત્ર કરે છે ( નિમિત્ત બનાવે છે) એવા કેવળ પરિણામમાત્રનું (–તે સ્વપરિણામ સ્વદ્રવ્યપણારૂપ હોવાથી) કર્તાપણું અનુભવે છે.”
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com