________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૨૦૫) ભાવાર્થ:- “હમણાં સંસારદશામાં જીવ પદ્ગલિક કર્મપરિણામને નિમિત્તમાત્ર કરીને પોતાના અશુદ્ધ પરિણામનો જ કર્તા થાય છે.” (પ્રવચનસાર ગા. ૧૮૬, પા. ૩૦૫) પ્ર. ૪૩૧–બલાધાનનો અર્થ શો છે? બલધાન કારણ કોને
કહે છે? ઉ. ૧. બલાધાનનો વ્યુત્પત્તિ અર્થ બલ+આધાન= બલનું
ધારણ –એવો થાય છે. ૨. ઉપાદાન કારણ પોતાનું કાર્ય કરવાનું પોતે પોતાથી બલ ધારણ કરે ત્યારે જે નિમિત્ત હોય તેને બલાધાન કારણ કહેવામાં આવે છે. નિમિત્ત ખરેખર ઉપાદાનને કાંઈ પણ બળ આપી શકતું નથી-એમ બતાવવા માટે બેલાધાન માત્ર નિમિત્તને કહેવામાં આવે છે. જેનાં દષ્ટાંતઃ(૧) “ ... એ ઈન્દ્રિયજ્ઞાનવાળો જીવ પોતે અમૂર્ત હોવા
છતાં મૂર્ત એવા પંચેન્દ્રિયાત્મક શરીરને પ્રાપ્ત થયો થકો, જ્ઞતિ નીપજવામાં બળ-ધારણનું નિમિત્ત થતું હોવાથી જે ઉપલંભક (જણાવનાર, જાણવામાં નિમિત્તભૂત) છે એવા તે મૂર્તિ (શરીર) વડે મૂર્ત એવી સ્પર્ધાદિપ્રધાન વસ્તુને-કે જે યોગ્ય હોય અર્થાત્ જે (ઇન્દ્રિયો દ્વારા) ઉપલભ્ય હોય તેને-અવગ્રહીને, કદાચિત્ તેનાથી ઉપર-ઉપરની (અવગ્રહથી આગળ-આગળની) શુદ્ધિના સદ્ભાવને લીધે તેને
જાણે છે.........” (પ્રવચનસાર-ગા ૫૫ ની ટીકા) (૨) તત્ત્વાર્થસારનો અધ્યાય બીજો-સૂત્ર ૩૯માં કહ્યું છે કે
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com