SearchBrowseAboutContactDonate
Page Preview
Page 245
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates (૨૦૬) क्रियाहेतुत्वमेतेषां निष्क्रियाणां न हीयते। यतः खलु बलाधानमात्रमत्र विवक्षितम्।।३९ ।। અર્થ- ધર્માસ્તિકાય નિષ્ક્રિય હોવા છતાં તેનું ક્રિયાહેતુપણું નાશ પામતું નથી જેથી ખરેખર તેને બલાધાન માત્ર કહેવામાં આવે છે. (૩) જેમ ઉપકાર અને આલંબન-એ શબ્દોનો અર્થ નિમિત્ત થાય છે તેમ બલાધાનનો પણ તેવો જ અર્થ થાય છે. રાજવાર્તિક અ. ૫, સૂત્ર ૧૬-૧૭ નીચે કારિકા ૧૬માં કહ્યું છે કેतयोः कर्तृत्वप्रसंग इति चेन्नोपकारवचनाद् यष्टायदिवत्।।१६।। ઉપરોકત કારિકાની સંસ્કૃત ટીકાનો અર્થ ગતિ-સ્થિતિનો, ધર્મ અને અધર્મ કર્તા છેએવો અર્થનો પ્રસંગ આવે છે, તો તેમ નથી. શું કારણ ? ઉપકાર-વચનના લીધે. ઉપકાર, બલાધાન, અવલંબન વગેરે પર્યાયવાચક શબ્દો છે. જેનાથી ધર્મ-અધર્મનું ગતિ-સ્થિતિ થવામાં, પ્રધાન કર્તુત્વપણું નકારાયું છે. જેમઃ- પોતાની જાંઘના બળથી જતા આંધળા (માણસ) ને અથવા બીજા કોઈને લાકડી વગેરે ઉપકારક થાય છે-નહિ કે પ્રેરક (થાય છે), તેમ પોતાની શક્તિથી સ્વયમેવ જતા-ઊભા રહેતા જીવ-પુદ્ગલોને, ધર્મ-અધર્મ ઉપકારક છે-નહિ કે પ્રેરક છે.” પ્ર. ૪૩ર-મુખ્ય અને ઉપચાર કારણોનો શો અર્થ છે? Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
SR No.008249
Book TitleJain Siddhanta Prashnottarmala 1
Original Sutra AuthorN/A
AuthorDigambar Jain Swadhyay Mandir Trust Songadh
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year
Total Pages415
LanguageGujarati
ClassificationBook_Gujarati, Education, & Religion
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy