________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૨૦૩) ઉજ્જવલ ભાસૈ જબ વસ્તુકો વિચાર કીજૈ, પુરીકી ઝલકસૌ વરન ભાંતિ ભાંતિ હૈ. તૈસે જીવ દરવકૉ પુગ્ગલ નિમિત્તરૂપ. તાકી મમતાસૌ મોહ મદિરાકી ભાંતિ હૈ, ભેદગ્યાન દિષ્ટિસૌ સુભાવ સાધિ લીજૈ તહાં, સાંચી સુદ્ધ ચેતના અવાચી સુખ શાંતિ હૈ.” ૩૪.
અર્થ- જેમ સ્વચ્છ અને સફેદ સૂર્યકાન્ત અથવા સ્ફટિક મણિની નીચે અનેક પ્રકારના ડૉક મૂકવામાં આવે તો તે અનેક પ્રકારના રંગ-બેરંગી દેખાવા લાગે છે અને જે વસ્તુનું અસલી સ્વરૂપ વિચારવામાં આવે તો ઉજ્જવલતા જ જણાય છે. તેમ જીવ દ્રવ્યને પુદ્ગલ તો માત્ર નિમિત્તરૂપ છે (પણ) તેની મમતાના કારણથી મોહ-મદિરાની ઉન્મતતા થાય છે. તોપણ ભેદવિજ્ઞાનદ્વારા સ્વભાવ વિચારવામાં આવે, તો સત્ય અને શુદ્ધ ચૈતન્યની વચનાતીત સુખશાન્તિ પ્રતીત થાય છે. ૩૪.
૨. ઉપરની ગાથા, ટીકા અને તેના કળશના અનુસંધાનમાં સમયસાર ગાથા. ૨૮૦ માં આ વિષયનો સ્પષ્ટ ખુલાસો કરવામાં આવ્યો છે. ત્યાં જણાવ્યું છે કે વસ્તુ સ્વભાવને જાણતા જ્ઞાનીઓ (આત્માઓ) પોતાના શુદ્ધ સ્વભાવથી જ શ્રુત થતા નથી, તેઓ કર્મનો ઉદય હોવા છતાં રાગ-દ્વેષમોહભાવના કર્તા થતાં નથી. અને ગા. ૨૮૧ માં કહ્યું કેવસ્તુસ્વભાવને નહિ જાણતા એવા અજ્ઞાની જીવો, કર્મની સાથે એકતાબુદ્ધિ કરે છે અને ભેદજ્ઞાન કરતા નથી,
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com