________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૨૦૨) જાણીને ટાળવા માગે છે. તેથી જ્યારે તે શુભભાવ ટળી જાય ત્યારે જે શુભભાવ ટળ્યો તેને શુદ્ધભાવ (-ધર્મ) નું પરંપરા કારણ કહેવામાં આવે છે. સાક્ષાત્પણે તે ભાવ શુભાગ્નવ હોવાથી બંધનું કારણ છે, અને જે બંધનું કારણ હોય તે સંવરનું કારણ થઈ શકે નહિ.”
(ગુ. મોક્ષશાસ્ત્ર-અ. ૭ની ભૂમિકા, પૃ પ૩૮) પોતાની પ્રજ્ઞાના અપરાધથી શાસ્ત્રના અર્થને તથા આગળ પાછળની ગાથાઓની સંધિને નહિ સમજનારાઓ, જીવની અવસ્થામાં રાગાદિ થવા સંબંધમાં સ્ફટિકના દષ્ટાંત દ્વારા પ્રરૂપણા કરે છે તે સંબંધી ખુલાસો:પ્ર. ૪૩૦-શ્રી સમયસાર બંધ અધિકાર ગા. ર૭૮૭૯ માં
સ્ફટિક સ્વભાવથી શુદ્ધ હોવા છતાં લાલ વગેરે રંગના સંયોગથી લાલાદિરૂપે કરાય છે તેમ આત્મા સ્વભાવે શુદ્ધ હોવા છતાં અન્ય દ્રવ્યો રાગી આદિ કરાય છે, એમ કહ્યું છે તે ઉપરથી એમ માનવામાં આવે કે-જેવો કર્મનો ઉદય હોય તે પ્રમાણે જ તદ્રુપ જ-જીવને વિકાર કરવો પડે એવો વસ્તુનો સ્વભાવ છે તો તે માન્યતા બરાબર છે? ઉ. ૧. ના; (–એ માન્યતા જpઠી છે.) આ વિષયનો ખુલાસો શ્રી સમયસાર નાટક બંધદ્વારમાં નીચે મુજબ કર્યો છે કે
“જૈસે નાના બરન પુરી બનાઈ દીજૈ હેઠ, ઉજ્જવલ વિમલ મનિ સૂરજ કરાંતિ હે;
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com