________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૨૧) ભટકાવવાના કારણરૂપ આસ્રવને નિન્દ જાણો. ૫૯.
( જાઓ; શ્રી કુન્દકુન્દાચાર્યકૃત દ્વાદશાનુપ્રેક્ષા ગા. ૫૯) ૪. મતિ-શ્રુત-અવધિ-મન:પર્યય-કેવલજ્ઞાન અભેદરૂપ સાક્ષાત્ મોક્ષકારણ છે. (જુઓ-હિંદી સમયસાર ગા. ૨૧૫, પા. ૩૦૪,
શ્રી જયસેનાચાર્યકૃત ટીકા) તીર્થંકર પ્રકૃતિ આદિ પરંપરા નિર્વાણનું કારણ છે.
(જાઓ–હિંદી સમયસાર ગા. ૧૨૧-૧૨૫ ની
શ્રી જયસેનાચાર્યકૃત ટીકા પા. ૧૮૬) ૫. “...વિપરીત અભિનિવેશ રહિત શ્રદ્ધાનરૂપ એવું જે સિદ્ધિના પરંપરાહેતુભૂત ભગવંત પંચપરમેષ્ઠી પ્રત્યેનું ચળતામલિનતા-અગાઢતારહિત ઊપજેલું નિશ્ચળ ભક્તિયુક્તપણું તેજ સમ્યકત્વ છે...'
( ગુજ. નિયમસાર ગા. ૨૧-૫૫ ની ટીકા) પ્ર. ૪૨૯-સમ્યગ્દષ્ટિનો શુભભાવ તે પરંપરાએ ધર્મનું કારણ છે
એમ શાસ્ત્રમાં કેટલીક જગ્યાએ કહેવામાં આવે છે તેનો શો
અર્થ છે? ઉ. “સમ્યગ્દષ્ટિ જીવો પોતાના સ્વરૂપમાં જ્યારે સ્થિર રહી
શકતા નથી ત્યારે રાગ-દ્વેષ તોડવાનો પુરુષાર્થ કરે છે, પણ પુરુષાર્થ નબળો હોવાથી અશુભભાવ ટળે છે અને શુભભાવ રહી જાય છે. તેઓ તે શુભભાવને ધર્મ કે ધર્મનું કારણ માનતા નથી, પણ તેને આસ્રવ
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com