________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૧૩૦) સ્વતંત્ર છે. તેથી જીવમાં રાગાદિ ભાવો ખરેખર દ્રવ્યકર્મના ઉદયના કારણે થાય છે, જીવ ખરેખર દ્રવ્યકર્મને કરે છે અને તેના ફલને ભોગવે છે, વગેરે માન્યતા તે વિપરીત માન્યતા છે. જીવના રાગાદિ ભાવના કારણે કર્મ આવ્યાં અને કર્મનો ઉદય આવ્યો એટલે જીવમાં રાગાદિ ભાવ થયો-એમ છે જ નહિ. જીવના ભાવકર્મ અને દ્રવ્યકર્મ વચ્ચે ફક્ત નિમિત્ત-નૈમિત્તિક સંબંધ છે, કર્તા-કર્મભાવ નથી, કારણ કે બન્ને વચ્ચે અત્યંતાભાવ છે. પ્ર. ૩૬પ-એક દ્રવ્યના (દ્રવ્યના પર્યાયના) બે કર્તા હોઈ શકે ? ઉ. ના; કારણ કે-દરેક દ્રવ્યનું પરિણમન સ્વતંત્ર છે; તે કોઈ
પદ્રવ્ય કે નિમિત્તની મદદની અપેક્ષા રાખતું નથી. તે સ્વયં
કાર્યરૂપે પરિણમે છે. १. “ यः परिणमतिः स कर्ता यः परिणामो भवेतु तत्कर्म। ___ या परिणतिः क्रिया सा त्रयमपि भिन्नं न वस्तुतया।। ५१।।
અર્થ- જે પરિણમે છે તે કર્તા છે, (પરિણમનારનું) જે પરિણામ તે કર્મ છે અને જે પરિણતિ છે તે ક્રિયા છે, એ ત્રણેય વસ્તુપણે ભિન્ન નથી.”
[કર્તા, કર્મ અને ક્રિયા-એ ત્રણેય દ્રવ્યની અભિન્ન અવસ્થાઓ છે, પ્રદેશભેદરૂપ જુદી વસ્તુઓ નથી.]
(શ્રી સમયસાર ગા. ૮૬, કલશ-૧૧) ૨. “: પરિમિતિ સવા પરિણામો નીયતે સર્વસ્યા एकस्य परिणतिः स्यादनेकमप्येकमेव यतः।। ५२।।
અર્થ:- વસ્તુ એક જ સદા પરિણમે છે, એકનાં જ સદા
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com