________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૧૨૯) ૪. “આત્મા પોતાના જ પરિણામને કરતો પ્રતિભાસો;
પુદ્ગલના પરિણામને કરતો તો કદી ન પ્રતિભાસો. આત્માની અને પુદગલની–બન્નેની ક્રિયા એક આત્મા જ કરે છે એમ માનનારા મિથ્યાષ્ટિ છે. જડચેતનની એક ક્રિયા હોય તો સર્વ દ્રવ્યો પલટી જવાથી સર્વનો લોપ થઈ જાય એ મોટો દોષ ઉપજે.”
(શ્રી સમયસાર ગા. ૮૬ નો ભાવાર્થ) ૫. “.......માટે જીવના પરિણામને, પોતાના પરિણામને
અને પોતાના પરિણામના ફળને નહિ જાણતું એવું પુદ્ગલદ્રવ્ય.. પરદ્રવ્ય પરિણામ સ્વરૂપે કર્મ, તેને નહિ કરતું હોવાથી, તે પુદ્ગલદ્રવ્યને જીવ સાથે કર્તાકર્મભાવ નથી.”
(શ્રી સમયસાર ગા. ૭૯ ની ટીકા) ૬ “.......... કોઈ દ્રવ્ય કોઈ અન્ય દ્રવ્યનું કર્તા છે જ નહિ,
પણ સર્વ દ્રવ્યો પોતપોતાના સ્વભાવરૂપ પરિણમે છે. માત્ર આ જીવ વ્યર્થ કષાયભાવ કરી વ્યાકુળ થાય છે. વળી કદાચિત્ પોતે ઇચ્છે તેમ જ પદાર્થ પરિણમે તોપણ તે પોતાનો પરિણમાવ્યો તો પરિણમ્યો નથી, પણ જેમ ચાલતા ગાડાને બાળક ધકેલી એમ માને કે “આ ગાડાને હું ચલાવું છું.” એ પ્રમાણે તે અસત્ય માને છે.”
(શ્રી મોક્ષમાર્ગપ્રકાશક-અધિકાર ચોથો-પાનું ૯૨) આ ઉપરથી સિદ્ધ થાય છે કે જીવના ભાવનું પરિણમન અને પૌલિક કર્મનું પરિણમન એક બીજાથી નિરપેક્ષ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com