SearchBrowseAboutContactDonate
Page Preview
Page 106
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates (૬૭) પ્ર. ૧૯૧-ગતિ હેતુત્વ ગુણ પોતે તેની સાથે રહેલા બીજા ગુણોને ગતિમાં નિમિત્ત છે? ઉ. ના; કારણ કે ધર્માસ્તિકાય પોતે સદાય સ્થિર છે; તેથી તેના ગુણો પણ ગતિ કરે જ નહિ; તે તો સ્વયં ગમનરૂપ પરિણમતા જીવ પુદ્ગલને જ ગતિમાં નિમિત્ત છે. પ્ર. ૧૯૨-આકાશ, ધર્મદ્રવ્ય અને કાળદ્રવ્ય તો સ્થિર છે; તેને અધર્મદ્રવ્યનું નિમિત્ત છે? ઉ. ના; કારણ કે તેઓ કદી પણ ગતિ પૂર્વક સ્થિર રહેવાવાળા દ્રવ્યો નથી, પણ તેઓ ત્રિકાળ સ્થિર છે. પ્ર. ૧૯૩-પોતે પોતાને તથા પરને નિમિત્ત થાય એવાં દ્રવ્યો કોણ છે? ઉ. આકાશ અને કાળદ્રવ્ય. પ્ર. ૧૯૪-ધરતીકંપ, સમુદ્રમાં થતાં ભરતી-ઓટ, જવાલામુખી પર્વતનું ફાટવું, લાવા રસનું વહેવું-તેનું ખરું કારણ શું? ઉ. તે બધા પુદ્ગલ દ્રવ્યના સ્કંધરૂપ પર્યાયો છે, અને તે તે દ્રવ્યોના દ્રવ્યત્વ ગુણ અને ક્રિયાવતી શક્તિના કારણે તે અવસ્થાઓ થાય છે. પ્ર. ૧૯૫-પેટ્રોલ ખૂટયું અને મોટર અટકી તેમાં મોટર અટકવાનું કારણ શું ઉ. મોટરની તે કાળની ક્રિયાવતી શક્તિની સ્થિરતારૂપ Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
SR No.008249
Book TitleJain Siddhanta Prashnottarmala 1
Original Sutra AuthorN/A
AuthorDigambar Jain Swadhyay Mandir Trust Songadh
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year
Total Pages415
LanguageGujarati
ClassificationBook_Gujarati, Education, & Religion
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy