________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૨૮) વિકલ પારમાર્થિક પ્રત્યક્ષ કહે છે. તેના બે ભેદ છેઃ
૧. અવધિજ્ઞાન અને ૨. મન:પર્યયજ્ઞાન. પ્ર. ૪પ-સકલ પારમાર્થિક પ્રત્યક્ષ કહે છે? ઉ. કેવલજ્ઞાનને સકલ પારમાર્થિક પ્રત્યક્ષ કહે છે? પ્ર. ૪૬–પરોક્ષ પ્રમાણ કોને કહે છે? ઉ. ૧. જે નિમિત્તના સંબંધે પદાર્થને અસ્પષ્ટ જાણે તેને પરોક્ષ
પ્રમાણ કહે છે. (જૈન સિ. પ્ર.). ૨. “જે ઇન્દ્રિયોથી સ્પર્શાઈ પ્રવર્તે તથા જે ચહ્યું અને
મનથી વગર સ્પર્વે પ્રવર્તે-એમ બે પરદ્વારોથી પ્રવર્તે તે
પરોક્ષ છે.” (ગુ. મોક્ષશાસ્ત્ર-અ. ૧. સૂ. ૬ ની ટીકા) પ્ર. ૪૭-પરોક્ષ પ્રમાણના કેટલા ભેદ છે? ઉ. તેના બે ભેદ છેઃ- ૧. મતિજ્ઞાન, ૨. શ્રુતજ્ઞાન (મતિ,
શ્રુતાદિ પાંચ પ્રમાણજ્ઞાન સંબંધમાં જાઓ પ્રકરણ ૨ જાં, પ્રશ્ન ૧૬૦, ૧૬૧ તથા પ્રકરણ ૩ જાં, પ્રશ્ન ર૬૭ થી ૨૭૭) પ્ર. ૪૮-પરોક્ષ પ્રમાણના બીજા કઈ રીતે ભેદ છે? ઉ. તેના પાંચ ભેદ છે:- ૧. સ્મૃતિ, ૨. પ્રત્યભિજ્ઞાન, ૩. તર્ક,
૪. અનુમાન, અને ૫. આગમ. ૧. સ્મૃતિ- પહેલાં અનુભવ કરેલા પદાર્થને યાદ કરવો તેને
સ્મૃતિ કહે છે. ૨. પ્રત્યભિજ્ઞાન- સ્મૃતિ અને પ્રત્યક્ષના વિષયભૂત
પદાર્થોમાં જોડરૂપ જ્ઞાનને પ્રત્યભિજ્ઞાન કહે છે. જેમકે -
આ તે જ મનુષ્ય છે કે જેને કાલે જોયો હતો. ૩. તર્ક- ૧. વ્યાતિના જ્ઞાનને તર્ક કહે છે; અર્થાત્ ૨. હેતુથી
જે વિચારમાં લીધું તે જ્ઞાનને તર્ક કહે છે.
૦
છે ?
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com