SearchBrowseAboutContactDonate
Page Preview
Page 288
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates (૨૭) પ્ર. ૩૭-પ્રમાણનો વિષય શું છે? ઉ. સામાન્ય અથવા ધર્મી, તથા વિશેષ અથવા ધર્મ-એ બન્ને અંશોના સમૂહરૂપ વસ્તુ તે પ્રમાણનો વિષય છે. (જૈન સિ. પ્ર) પ્ર. ૩૮-પ્રમાણના કેટલા ભેદ છે? ઉ. પ્રમાણના બે ભેદ છે-એક પ્રત્યક્ષ અને બીજો પરોક્ષ. પ્ર. ૩૯-પ્રત્યક્ષ પ્રમાણ કોને કહે છે? ઉ. જે પદાર્થને સ્પષ્ટ જાણે તે પ્રત્યક્ષ પ્રમાણ છે “કેવળ આત્માથી જ પ્રતિનિશ્ચિતપણે પ્રવર્તે તે પ્રત્યક્ષ છે. પ્ર. ૪૦-પ્રત્યક્ષ પ્રમાણના કેટલા ભેદ છે? ઉ. તેના બે ભેદ છેઃ- (૧) સાંવ્યવહારિક પ્રત્યક્ષ, અને (૨) પારમાર્થિકપ્રત્યક્ષ. પ્ર. ૪૧. –સાંવ્યવહારિક પ્રત્યક્ષ પ્રમાણ કોને કહે છે? ઉ. જે ઈન્દ્રિય અને મનના નિમિત્તના સંબંધથી પદાર્થને એકદેશ (ભાગ ) સ્પષ્ટ જાણે તેને સાંવ્યવહારિક પ્રત્યક્ષ પ્રમાણ કહે છે. તેના અવગ્રાદિ ચાર ભેદ છે. તે સંબંધમાં જુઓ પ્રકરણ ૩ જું, પ્રશ્ન ર૬૭ થી ૨૭૭. પ્ર. ૪૨-પારમાર્થિક પ્રત્યક્ષ પ્રમાણ કોને કહે છે? ઉ. જે કોઈ નિમિત્ત વગર પદાર્થને સ્પષ્ટ જાણે તેને પારમાર્થિક - પ્રત્યક્ષ પ્રમાણ કહે છે. પ્ર. ૪૩–પારમાર્થિક પ્રત્યક્ષ પ્રમાણના કેટલા ભેદ છે? ઉ. તેના બે ભેદ છે. ૧. વિકલ પારમાર્થિક, અને ૨. સકલ પારમાર્થિક. પ્ર. ૪૪-વિકલ પારમાર્થિક પ્રત્યક્ષ કોને કહે છે? ઉ. જે રૂપી પદાર્થોને કોઈના નિમિત્ત વિના સ્પષ્ટ જાણે તેને Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
SR No.008249
Book TitleJain Siddhanta Prashnottarmala 1
Original Sutra AuthorN/A
AuthorDigambar Jain Swadhyay Mandir Trust Songadh
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year
Total Pages415
LanguageGujarati
ClassificationBook_Gujarati, Education, & Religion
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy