________________
Version 001: remember fo check http://www.AtmaDharma.com for updates
(૧૮૭)
સદ્દભાવમાં અનેક પ્રકારની ઘણી અવસ્થાઓ કરે છે તે અંતરંગ સાધનભૂત સ્વરૂપકર્તાના અને સ્વરૂપકરણના સામર્થ્યરૂપ સ્વભાવવડે અનુગ્રહિત થતાં ઉત્તર અવસ્થાએ ઊપજતું થકું તે ઉત્પાદવડે લક્ષિત થાય છે......” (શ્રી પ્રવચનસાર-ગાથા ૯૫ની ટીકા) એ રીતે દરેક સમયના ઉત્પાદ (કાર્ય) વખતે ચિત બહિરંગ સાધનોની (. (કર્માદિ નિમિત્તોની સંનિધિ (હાજરીનિકટતા ) હોય જ છે- એમ અહીં બતાવ્યું છે.
แ
૪. “....આમ હોવાથી, સર્વ દ્રવ્યોને, નિમિત્તભૂત અન્ય દ્રવ્યો પોતાનાં ( અર્થાત્ સર્વ દ્રવ્યોનાં ) પરિણામનાં ઉત્પાદક છે જ નહિ; સર્વ દ્રવ્યો જ નિમિત્તભૂત અન્ય દ્રવ્યોના સ્વભાવને નહિ સ્પર્શતાં થકાં, પોતાના સ્વભાવથી પોતાના પરિણામભાવે ઊપજે છે. ” (શ્રી સમયસાર ગાથા-૩૭૨ ની ટીકા )
૫. “....લોકમાં સર્વત્ર જે કોઈ જેટલા જેટલા પદાર્થો છે તે બધાય નિશ્ચયથી (નક્કી) એકત્વનિશ્ચયને પ્રાપ્ત હોવાથી જ સુંદરતા પામે છે, કારણ કે અન્ય પ્રકારે તેમાં સંકર, વ્યતિકર આદિ સર્વ દોષો આવી પડે. કેવા છે તે સર્વ પદાર્થો? પોતાના દ્રવ્યમાં અંતર્મગ્ન રહેલ પોતાના અનંત ધર્મોના ચક્રને ( સમૂહને ) ચુંબે છે-સ્પર્શે છે–તોપણ જેઓ પરસ્પર એકબીજાને સ્પર્શ કરતા નથી....
1;
(શ્રી સમયસાર-ગાથા ૩ની ટીકા) પ્ર. ૪૧૪-સમ્યગ્દષ્ટિ જીવોનો અભિપ્રાય નરકમાં જવાનો હોતો નથી, છતાં કોઈક સમ્યગ્દષ્ટિ નરકમાં જાય છે.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com