________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૧૪૧). વાળાને અધ્યાત્મ-ઉપદેશ અભ્યાસ કરવા યોગ્ય છે, એમ જાણી નીચલી દશાવાળાઓએ ત્યાંથી પરામુખ થવું યોગ્ય નથી.
શંકા:- ઊંચા ઉપદેશનું સ્વરૂપ નીચલી દશાવાળાઓને ભાસે નહિ?
સમાધાન- અન્ય (બીજે) તો અનેક પ્રકારની ચતુરાઈ જાણે છે અને અહીં મૂર્ણપણું પ્રગટ કરે છે તે યોગ્ય નથી. અભ્યાસ કરતાં સ્વરૂપ બરાબર ભાસે છે, તથા પોતાની બુદ્ધિ અનુસાર થોડું ઘણું ભાસે છે, પરંતુ સર્વથા નિધમી થવાને પોષણ કરીએ એ તો જિનમાર્ગના દ્વષી થવા જેવું છે.
શંકા - આ કાળ નિકૃષ્ટ (હલકો) છે, માટે ઉત્કૃષ્ટ અધ્યાત્મના ઉપદેશની મુખ્યતા કરવી યોગ્ય નથી.
સમાધાન- આ કાળ સાક્ષાત્ મોક્ષ થવાની અપેક્ષાએ નિકૃષ્ટ છે; પણ આત્માનુભવનાદિ વડે સમ્યક્ત્વાદિ હોવાની આ કાળમાં મના નથી. માટે આત્માનુભવનાદિ અર્થે દ્રવ્યાનુયોગનો અભ્યાસ અવશ્ય કરવો. શ્રી કુન્દ્રકુન્દાચાર્યવિરચિત મોક્ષપાહુડમાં કહ્યું છે કે
अज्ज वि तिरयणसुद्धा अप्पा झाएवि लहइ इंदत्तं। लोयंतियदेवत्तं तत्थ चुआ णिव्युदिं जंती।। ७७।।
અર્થ- આજ પણ ત્રિરત્નવડે શુદ્ધ આત્માને ધ્યાયી છેદ્રપણું પામે છે, લૌકાંતિક (સ્વર્ગ) માં દેવત્વ પામે છે અને ત્યાંથી ચવી (મનુષ્ય થઈ ) મોક્ષ જાય છે. માટે આ કાળે પણ દ્રવ્યાનુયોગનો ઉપદેશ મુખ્ય જરૂરનો છે.
(શ્રી મોક્ષમાર્ગ પ્રકાશક ગુ. પૃ. ૨૯૪-૨૯૫)
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com