________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૧૯) પ્ર. ૪૨૭-નિમિત્ત-નૈમિત્તિક સંબંધ, જીવ અને દ્રવ્યકર્મ વચ્ચે જ
હોય છે કે ઉપાદાનકારણ અને નિમિત્તકારણરૂપ સંબંધ પણ
તેમની વચ્ચે હોય છે? ઉ. ૧. બેઉ પ્રકારનો સંબંધ હોય છે. માત્ર નિમિત્ત-નૈમિત્તિક
સંબંધ જ હોય છે એમ નથી.
૨. જીવનું રાગાદિ વિકારરૂપ પરિણમન તે જીવનું સ્વતંત્ર નૈમિત્તિક કાર્ય છે અને દ્રવ્યકર્મનો ઉદય તે પુગલનું સ્વતંત્ર કાર્ય છે તથા જીવના વિકારનું તે નિમિત્તમાત્ર છે.
૩. જીવના રાગાદિ અજ્ઞાનભાવ તે અશુદ્ધ ઉપાદાન કારણ છે- નિશ્ચય કારણ છે અને દ્રવ્યકર્મનો ઉદય તે નિમિત્તકારણ છે- વ્યવહારકારણ છે.
શ્રી. હિંદી સમયસાર ગા. ૧૬૪-૬૫, પા. ર૩૮ જયસેનાચાર્ય ટીકામાં કહ્યું છે કે
निर्विकल्पसमाधिभ्रष्टानां मोहसहित कर्मोदयो व्यवहारेण निमित्तं भवति। निश्चयेन पुनः अशुद्धोपादानकारणं स्वकीयराગાદ્રિ અજ્ઞાનમાવ વ ાા ૬૪–૧૬ IT
૪. જીવનું રાગાદિ વિકારરૂપ પરિણમન નિશ્ચયથી (ખરી રીતે) નિરપેક્ષ છે, (પંચાસ્તિકાય ગા. ૬ર ની ટીકાના આધારે.)
૫. તત્ત્વદષ્ટિથી આત્મા જ્ઞાતા છે અને કર્મ શેય છે, તેથી તેમની વચ્ચે જ્ઞાતા-શૈય સંબંધ છે. પણ જે આવા જ્ઞાતાશેયના સંબંધને ચૂકે છે તે જ જીવ રાગાદિ વિકારરૂપે પરિણમન કરે છે અને તેને દ્રવ્યકર્મનો ઉદય નિમિત્તમાત્ર કારણ અર્થાત્ વ્યવહારકારણ કહેવાય છે.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com