________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૭૦) થાય છે અને ઉચ્ચ-નીચનો વ્યવહાર પણ દૂર થાય છે, તે
ગુણને અનુલઘુત્વ પ્રતિજીવી ગુણ કહે છે. પ્ર. ૨૦૬ સૂક્ષ્મત્વ પ્રતિજીવી ગુણ કોને કહે છે? ઉ. નામકર્મના અભાવપૂર્વક જે ગુણનો શુદ્ધ પર્યાય પ્રગટ થાય
છે તે ગુણને સૂક્ષ્મત્વ પ્રતિજીવી ગુણ કહે છે. પ્ર. ૨૦૭-બે જ દ્રવ્યોને લાગુ પડે એવા અનુજીવી ગુણો કયા? ઉ. ક્રિયાવતીશક્તિ અને વૈભાવિકશક્તિ-એ બન્ને ગુણો જીવ
અને પુદ્ગલ દ્રવ્યોમાં જ છે. પ્ર. ર૦૮-અજડત્વ કયા દ્રવ્યનો પ્રતિજીવી ગુણ છે? ઉ. જીવ દ્રવ્યનો. પ્ર. ૨૨૯-જડત્વ કોનો અનુજીવી ગુણ છે? ઉ. પુદ્ગલ, ધર્મ, અધર્મ, આકાશ અને કાલ દ્રવ્યોનો. પ્ર. ૨૧૦-અચેતનપણું અને અમૂર્તપણે એ બન્ને પ્રતિજીવી
ગુણો એકી સાથે કયા દ્રવ્યોમાં છે? ઉ. ધર્મ, અધર્મ, આકાશ અને કાળ દ્રવ્યોમાં.
0 0 06 8 68
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com