SearchBrowseAboutContactDonate
Page Preview
Page 119
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember fo check hffp://www.AtmaDharma.com for updates પ્ર. ૨૫૧-બંધ કોને કહે છે? ઉ. અનેક (૮૦) વસ્તુઓમાં એકપણાનું સંબંધિવશેષને બંધ કહે છે. જ્ઞાન કરાવવાવાળા પ્ર. ૨૫૨-સ્કંધના કેટલા ભેદ છે? ઉ. આહારવર્ગણા, તૈજસવર્ગણા. ભાષાવર્ગણા, મનોવર્ગણા, કાર્મણવર્ગણા વગેરે ૨૨ ભેદ છે. પ્ર. ૨૫૩–આહા૨વર્ગણા કોને કહે છે? ઉ. જે પુદ્દગલસ્કંધ ઔદારિક, વૈક્રિયિક, અને આહા૨ક-એ ત્રણે શરીરરૂપે પરિણમન કરે છે તેને આહા૨વર્ગણા કહે છે. પ્ર. ૨૫૪-તૈજસવર્ગણા કોને કહે છે? ઉ. જે વર્ગણાથી તૈજસ શરીર બને છે તેને તૈજસવર્ગણા કહે છે. પ્ર. ૨૫૫-ભાષાવર્ગણા કોને કહે છે? ઉ. જે વર્ગણા ( પુદ્દગલ સ્કંધ ) શબ્દરૂપ પરિણમે છે તેને ભાષાવર્ગણા કહે છે. પ્ર. ૨૫૬-મનોવર્ગણા કોને કહે છે? ઉ. જે પુદ્ગલસ્કંધથી આઠ પાંખડીવાળા કમલના આકારે દ્રવ્યમનની રચના થાય છે તેને મનોવર્ગણા કહે છે. પ્ર. ૨૫૭-કાર્માણવર્ગણા કોને કહે છે ? ઉ. જે પુદ્દગલસ્કંધથી કાર્માણ શરીર બને છે તેને કાર્માણવર્ગણા કહે છે. Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
SR No.008249
Book TitleJain Siddhanta Prashnottarmala 1
Original Sutra AuthorN/A
AuthorDigambar Jain Swadhyay Mandir Trust Songadh
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year
Total Pages415
LanguageGujarati
ClassificationBook_Gujarati, Education, & Religion
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy