________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updařes
[૧૨ ]
અર્થ:- રવઈનું નેતરું ખેંચનારી ગોવાલણની જેમ, જિનેન્દ્ર ભગવાનની જે નીતિ અર્થાત્ નયવિવક્ષા છે તે વસ્તુસ્વરૂપને એક નયવિવક્ષાથી ખેંચતી અને બીજી નય વિવક્ષાયી ઢીલી કરતી થકી અંત અર્થાત્ બન્ને વિવક્ષાઓ વડે જયવંત રહો.
ભાવાર્થ:- ભગવાનની
વાણી સ્યાદવાદરૂપ અનેકાન્તાત્મક છે; વસ્તુનું સ્વરૂપ પ્રધાન તથા ગૌણ નયની વિવક્ષાથી કરવામાં આવે છે; જેમકે જીવદ્રવ્ય નિત્ય પણ છે અને અનિત્ય પણ છે; દ્રવ્યાર્થિકનયની વિવક્ષાથી નિત્ય છે અને પર્યાયાર્થિક નયની વિવક્ષાથી અનિત્ય છે. આ નયવિવક્ષા છે.
[જુઓઃ જિનવાણી પ્રચાર કાર્યાલય-કલકત્તા પ્રકાશિતપુરુષાર્થ સિદ્ધયુપાય-પૃ. ૧૨૩]
આ શ્લોક એમ બતાવે છે કે શાસ્ત્રમાં કોઇ ઠેકાણે નિશ્ચયનયની મુખ્યતાથી કથન છે અને કોઇ ઠેકાણે વ્યવહારનયની મુખ્યતાથી કથન છે. પણ તેનો અર્થ એવો નથી કે ધર્મ કોઇ વખતે વ્યવહારનય (અભૂતાર્થનય ) ને આશ્રયે થાય છે. અને કોઇ વખતે નિશ્ચયનય (ભૂતાર્થનય ) ને આશ્રયે થાય છે. પણ ધર્મ તો હંમેશાં નિશ્ચયનય એટલે ભૃતાર્થનયને જ આશ્રયે થાય છે.
આવો ન્યાય એ જ શાસ્ત્રના પાંચમા શ્લોકમાં તથા શ્રી કાર્તિકેયાનુપ્રેક્ષા ગ્રંથની ગાથા ૩૧૧-૩૧૨ના ભાવાર્થમાં આપ્યો છે, માટે આ શ્લોકનો બીજો કોઇ અર્થ કરવો યોગ્ય નથી.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com