________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૧૨૫) થાય છે. તેમાં કેટલાં કારકો છે? ઉ. આત્મામાંથી–અપાદાન, આત્મા વડે-કરણ અને શુદ્ધતા પ્રગટ
થાય છે તે કર્મ છે; એમ ત્રણ કારકો છે. પ્ર. ૩૬૦-એક દ્રવ્યનું પર્યાયરૂપી કાર્ય ખરેખર બીજાઓ વડે
થઈ શકે છે, બીજાના આધારે થઈ શકે છે-એમ માનવામાં
કેટલાં કારકોની ભૂલ છે? ઉ. બધાં કારકોની ભૂલ છે; કારણકે એક કારકને જેણે સ્વતંત્ર
ન માનતાં પરાધીન માન્યું તેણે છ યે ખરાં કારકો માન્યાં
નહિ. પ્ર. ૩૬૧-આત્મા કેવળજ્ઞાન પ્રાપ્ત કરે છે. તેમાં છ યે કારક કેવી
રીતે લાગુ પડે? ઉ. “.......... કેવળજ્ઞાન પ્રાપ્ત કરવા ઇચ્છનાર આત્માએ બાહ્ય
સામગ્રીની અપેક્ષા રાખી પરતંત્ર થવું નિરર્થક છે. શુદ્ધોપયોગમાં લીન આત્મા પોતે જ છે કારકરૂપ થઈને કેવળજ્ઞાન પ્રાપ્ત કરે છે. તે આત્મા પોતે અનંત શક્તિવાળા જ્ઞાયકસ્વભાવ વડે સ્વતંત્ર હોવાથી પોતે જ કર્તા છે; પોતે અનંત શક્તિવાળા કેવળજ્ઞાનને પ્રાપ્ત કરતો હોવાથી કેવળજ્ઞાન કર્મ છે, અથવા કેવળજ્ઞાનથી પોતે અભિન્ન હોવાથી આત્મા પોતે જ કર્મ છે; પોતાના અનંત શક્તિવાળા પરિણમનસ્વભાવરૂપ ઉત્કૃષ્ટ સાધનવડે કેવળજ્ઞાન કરતો હોવાથી આત્મા પોતે જ કરણ છે; પોતાને જ
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com