________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૧૬) કેવળજ્ઞાન દેતો હોવાથી આત્મા પોતે જ સંપ્રદાન છે; પોતાનામાંથી મતિ-શ્રુતાદિ અપૂર્ણ જ્ઞાન દૂર કરીને કેવળજ્ઞાન કરતો હોવાથી અને પોતે જ સહજ જ્ઞાનસ્વભાવવડે ધ્રુવ રહેતો હોવાથી પોતે જ અપાદાન છે, પોતાનામાં જ અર્થાત પોતાના જ આધારે કેવળજ્ઞાન કરતો હોવાથી પોતે જ અધિકરણ છે. આ રીતે સ્વયં (પોતે જ) છ કારકરૂપ થતો હોવાથી તે સ્વયંભૂ” કહેવાય છે.”
( શ્રી પ્રવચનસાર ગાથા ૧૬-ભાવાર્થ) પ્ર. ૩૬ર-વ્યાયવ્યાપકભાવ વિના કર્તા-કર્મની સ્થિતિ હોઈ
શકે ? ઉ. ના; વ્યાપ્યવ્યાપકભાવના સંભવ વિના કર્તા-કર્મની સ્થિતિ ન જ હોઈ શકે. व्याप्यव्यापकभावसंभवमृते का कर्तृकर्मस्थितिः ?
અર્થ- વ્યાયવ્યાપકભાવના સંભવ વિના કર્તા-કર્મની સ્થિતિ કેવી?
(શ્રી સમયસાર-કલશ ૪૯ ) પ્ર. ૩૬૩-વ્યાપ્યવ્યાપકભાવ એટલે શું? ઉ. “જે સર્વ અવસ્થાઓમાં વ્યાપે તે તો વ્યાપક છે અને કોઈ
એક અવસ્થાવિશેષ તે (તે વ્યાપકનું) વ્યાપ્ય છે. આમ હોવાથી દ્રવ્ય તો વ્યાપક છે અને પર્યાય વ્યાપ્ય છે, દ્રવ્યપર્યાય અભેદરૂપ જ છે.
આમ હોઈને દ્રવ્ય પર્યાયમાં વ્યાપે છે અને પર્યાય
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com