________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૧૨૭) દ્રવ્યવડે વ્યપાઈ જાય છે. આવું વ્યાપ્યવ્યાપકપણું તસ્વરૂપમાં જ (અર્થાત્ અભિન્ન સત્તાવાળા પદાર્થમાં જ) હોય; અતસ્વરૂપમાં ( અર્થાત્ જેમની સત્તા-સત્વ) ભિન્ન ભિન્ન છે એવા પદાર્થોમાં) ન જ હોય.
જ્યાં વ્યાપ્યવ્યાપકભાવ હોય ત્યાં જ કર્તા-કર્મભાવ હોય; વ્યાપ્યવ્યાપકભાવ વિના કર્તા-કર્મભાવ ન હોય. આવું જે જાણે તે પુદ્ગલને અને આત્માને કર્તા-કર્મભાવ નથી એમ જાણે છે. આમ જાણતાં તે જ્ઞાની થાય છે, કર્તા-કર્મભાવરહિત થાય છે અને જ્ઞાતાદરા-જગતનો સાક્ષીભૂત થાય છે.
(શ્રી સમયસાર –કલશ ૪૯ ભાવાર્થ) વ્યાયવ્યાપકભાવ કે કર્તા-કર્મભાવ એક જ પદાર્થમાં લાગુ પડે છે; ભિન્ન ભિન્ન પદાર્થોમાં તે લાગુ પડી શકતો નથી.
ખરેખર કોઈ બીજાનું ભલું બૂરું કરી શકે, કર્મ જીવને સંસારમાં રખડાવે, વગેરે માનવું તે અજ્ઞાનતા છે.
નિમિત્ત વિના કાર્ય થાય નહિ, નિમિત્ત પામીને કાર્ય થાય, એ કથનો વ્યવહારનયનાં છે. તેને નિશ્ચયનયનું કથન માનવું તે પણ અજ્ઞાનતા છે. પ્ર. ૩૬૪-જીવના વિકારી પરિણામ અને પુલના વિકારી
પરિણામ (કર્મ) ને પરસ્પર કર્તા-કર્મપણું છે? ઉ. ના; કારણ કે૧. “જીવ કર્મના ગુણોને કરતો નથી. તેમજ કર્મ, જીવના
ગુણોને કરતું નથી, પરંતુ પરસ્પર નિમિત્તથી
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com