________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૯૧) શકે? માટે ધર્મ ન થવામાં જડ કર્મનો દોષ છે ને? ઉ. ના; પોતાના ઊંધા પુરુષાર્થનો જ દોષ છે. જો સવળા પુરુષાર્થપૂર્વક તત્ત્વનિર્ણય કરવામાં ઉપયોગ લગાવે તો સ્વયમેવ મોહનો અભાવ થાય છે અને મોક્ષના ઉપાયનો પુરુષાર્થ બને છે; તેથી પ્રથમ જ તત્ત્વનો નિર્ણય કરવામાં ઉપયોગ લગાવવાનો પુરુષાર્થ કરવો અને ઉપદેશ પણ એ જ પુરુષાર્થ અર્થે આપવામાં આવે છે, અને એ પુરુષાર્થથી મોક્ષના ઉપાયના પુરુષાર્થની સિદ્ધિ આપોઆપ થાય છે.
તત્ત્વનિર્ણય કરવામાં કર્મનો કાંઈ પણ દોષ નથી પણ જીવનો જ દોષ છે. જે જીવ કર્મનો દોષ કાઢે છે તે પોતાનો દોષ હોવા છતાં કર્મ ઉપર દોષ નાંખે છે-એ અનીતિ છે. શ્રી સર્વજ્ઞભગવાનની આજ્ઞા માને તેને એવી અનીતિ હોઈ શકે નહિ. જેને ધર્મ કરવો રુચતો નથી તે જ આવું જાડું બોલે છે. જેને મોક્ષસુખની સાચી અભિલાષા છે તે આવી જાઠી યુક્તિ બનાવે નહિ.
જીવનું કર્તવ્ય તો તત્ત્વજ્ઞાનનો અભ્યાસ જ છે અને તેનાથી જ દર્શનમોહનો ઉપશમ સ્વયં થાય છે. દર્શનમોહના ઉપશમાદિમાં જીવનું કર્તવ્ય કાંઈ નથી. વળી ત્યારપછી જેમ જેમ જીવ સ્વસમ્મુખતા વડે વીતરાગતા વધારે છે તેમ તેમ તેને ચારિત્રમોહનો અભાવ થાય છે અને તેમ થતાં તે જીવને નગ્ન દિગંબરદશા, ૨૮ મૂલગુણ અને ભાવલિંગી મુનિપણું પ્રગટ થાય છે. તે દશામાં પણ જીવ પોતાના જ્ઞાયકસ્વભાવમાં રમણતારૂપ પુરુષાર્થ વડે
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com