________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૯૦) તથા કુટુંબાદિક સ્વાર્થનાં સગાં છે-ઈત્યાદિ પરદ્રવ્યોના દોષ વિચારી, તેનો તો ત્યાગ કરે છે; તથા વ્રતાદિનું ફળ સ્વર્ગમોક્ષ છે, તપશ્ચરણાદિ પવિત્ર ફળના આપનારાં છે, એ વડે શરીર શોષણ કરવા યોગ્ય છે તથા દેવ-ગુરુ-શાસ્ત્રાદિ હિતકારી છે-ઈત્યાદિ પરદ્રવ્યોનો ગુણ વિચારી તેને જ અંગીકાર કરે છે.
ઈત્યાદિ પ્રકારથી કોઈ પરદ્રવ્યોને બૂરા જાણી અનિષ્ટરૂપ શ્રદ્ધાન કરે છે તથા કોઈ પરદ્રવ્યોને ભલાં જાણી ઈષ્ટરૂપ શ્રદ્ધાન કરે છે. હવે, પરદ્રવ્યોમાં ઈષ્ટ-અનિરૂપ શ્રદ્ધાન કરવું એ મિથ્યાત્વ છે. વળી એ જ શ્રદ્ધાનથી તેને ઉદાસીનતા પણ દ્વેષબુદ્ધિરૂપ હોય છે કારણ કે કોઈને બૂરા
જાણવાં તેનું જ નામ હૈષ છે. પ્ર. ૧૩૪-દ્રવ્યલિંગી મુનિ વગેરેને ભ્રમ થાય છે તેનું કારણ
કોઈ કર્મ જ હશે ને? ત્યાં પુરુષાર્થ શો કરે? ઉ. ના; ત્યાં કર્મનો દોષ નથી. સાચા ઉપદેશથી નિર્ણય કરતાં
ભ્રમ દૂર થાય છે. પણ સાચો પુરુષાર્થ કરતો નથી કે જેથી ભ્રમ દૂર થાય. જો નિર્ણય કરવાનો પુરુષાર્થ કરે તો ભ્રમનું નિમિત્તકારણ જે મોહકર્મ તેનો પણ ઉપશમ થાય અને ભ્રમ દૂર થાય. કારણ કે તત્ત્વનિર્ણય કરતાં પરિણામોની વિશુદ્ધતા થાય છે અને મોહનાં સ્થિતિ અનુભાગ પણ ઘટે છે.
(મોક્ષમાર્ગ પ્રકાશક-પૃષ્ટ-૩૧૨) પ્ર. ૧૩પ-સમ્યગ્દર્શન પ્રગટ ન થવામાં નિમિત્તકારણ દર્શનમોહું
છે અને ચારિત્ર પ્રગટ ન થવામાં નિમિત્તકારણ ચારિત્રમોહ છે–તેનો અભાવ થયા વિના જીવ ધર્મ કેમ કરી
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com