________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૮૯) પ્ર. ૧૩૧ભેદાભદવિપરીતતા કોને કહે છે? ઉ. જેને તે જાણે છે તેને “એ આનાથી ભિન્ન છે તથા એ
આનાથી અભિન્ન છે” એમ યથાર્થ ન ઓળખતાં અન્યથા ભિન્ન-અભિન્નપણે માને તે ભેદભેદવિપરીતતા છે. (મોક્ષમાર્ગ પ્રકાશક-હિન્દી, દિલ્હી પ્રકાશિત પૃ. ૧ર૩
ગુજરાતી આવૃત્તિ-પૃષ્ટ ૮૯ ) પ્ર. ૧૩ર-નિમિત્ત અને ઉપાદાન બન્ને ભેગા મળીને કાર્ય કરે
છે એમ જાણે તેના જ્ઞાનમાં શો દોષ છે? ઉ. ૧. મૂળ (ખરું) કારણ તો ઉપાદાન છે, તેને તેણે આળખું
નહિ, અને નિમિત્ત-ઉપાદાન બન્નેને મૂળ કારણપણે જાણ્યાં, તેથી તેને કારણવિપરીતતા થઈ. ૨. ઉપાદાન પોતાનું કાર્ય કરે ત્યારે ઉચિત નિમિત્ત સ્વયં
ઉપસ્થિત હોય છે; તેથી નિમિત્તને ઉપાચારમાત્ર કારણ કહેવામાં આવે છે એવા સ્વરૂપને તેણે ન ઓળખ્યું એટલે ઉપાદાન-નિમિત્તના મૂળભૂત વસ્તુસ્વરૂપને ન
ઓળખું, તેથી તેને સ્વરૂપવિપરીતતા થઈ. ૩. દરેક દ્રવ્ય હંમેશાં પોતાનું કાર્ય કરી શકે છે અને પરનું કાર્ય કરી શકે નહિ એવી ભિન્નતા ન માનતાં ઉપાદાન અને નિમિત્ત બન્ને મળીને કાર્ય કરે એમ માન્યું, તેથી
બન્નેની અભિન્નતાને લીધે તેને ભેદભેદવિપરીતતા થઈ. પ્ર. ૧૩૩-દ્રવ્યલિંગી મિથ્યાષ્ટિમુનિની ધર્મસાધનામાં અન્યથા
પણું શું છે? ઉ. દ્રવ્યલિંગી મુનિ, વિષયસુખાદિનાં ફળ નરકાદિ છે, શરીર
અશુચિમય છે, વિનાશીક છે, પોષણ કરવા યોગ્ય નથી.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com