________________
Version 001: remember to check htfp://www.AtmaDharma.com for updates
( ૭૮ )
ઉ. સત્ દ્રવ્ય, સત્ ગુણ અને સત્ પર્યાય-એમ સતનો વિસ્તાર છે; તેથી પર્યાય પણ એક સમય પૂરતો સત્ છે.
(પ્રવચનસાર ગા. ૧૦૭)
પ્ર. ૨૪૩-ગુણ અંશ છે કે અંશી ?
ઉ. દ્રવ્યની અપેક્ષાએ ગુણ એ દ્રવ્યનો અંશ છે અને પર્યાયની અપેક્ષાએ તે અંશી છે.
પ્ર. ૨૪૪-૫ર્યાય કોનો અંશ છે?
ઉ. તે ગુણનો એક સમય પૂરતો અંશ છે, તેથી તે દ્રવ્યનો પણ એક સમય પૂરતો અંશ છે.
પ્ર. ૨૪૫-પુદ્દગલપરમાણુ વગેરે પાંચ અજીવ (અચેતન ) દ્રવ્યો છે તે કંઈ જાણતા નથી; તો તે કોઈના આધાર (સહાય) વિના વ્યવસ્થિત કેમ રહે?
ઉ. તેઓ અસ્તિત્વાદિ ગુણો સહિત હોવાથી તથા ઉત્પાદ-વ્યયધ્રૌવ્યપણે સત્લક્ષણવાળાં હોવાથી તેમને કોઈના આધારની જરૂર નથી. તેમને સ્વસત્તાના આધારે નિરન્તર ક્રમબદ્ધ ઉત્પાદ-વ્યયરૂપ વ્યવસ્થિત અવસ્થા થયા જ કરે છે.
પ્ર. ૨૪૬-ક્ષેત્ર અને કાલની અપેક્ષાએ દ્રવ્ય-ગુણ-પર્યાયને સરખાવો.
ઉ. (૧) ત્રણેનું ક્ષેત્ર સરખું અર્થાત્ એક જ છે.
(૨) કાલની અપેક્ષાએ દ્રવ્ય-ગુણો ત્રિકાલ અને પર્યાય એક સમય પૂરતો છે.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com