________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૭૭) પ્ર. ર૩૬-ઉત્પાદ કોને કહે છે? ઉ. દ્રવ્યમાં નવીન પર્યાયની ઉત્પત્તિને ઉત્પાદ કહે છે. પ્ર. ૨૩૭-વ્યય કોને કહે છે? ઉ. દ્રવ્યના પૂર્વ પર્યાયના ત્યાગને વ્યય કહે છે. પ્ર. ર૩૮-ધ્રૌવ્ય કોને કહે છે? ઉ. * પ્રત્યભિજ્ઞાનના કારણભૂત દ્રવ્યની કોઈ એક અવસ્થાની
નિત્યતાને ધ્રૌવ્ય કહે છે. પ્ર. ૨૩૯–ઉત્પાદ, વ્યય ધ્રૌવ્ય એક સમયમાં જ હોય કે જાદા
જાદા સમયમાં? ઉ. ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્ય-એ ત્રણે એક જ સમયમાં સાથે જ વર્તે છે. પ્ર. ૨૪૦-વર્તમાન અજ્ઞાન ટળી સાચું જ્ઞાન થતાં કેટલો કાળ
લાગે ?
ઉ. એક સમય; કેમકે પર્યાય સમયે સમયે બદલાય છે. પ્ર. ૨૪૧-પર્યાયો શામાંથી ઉત્પન્ન થાય છે? ઉ. દ્રવ્ય તથા ગુણોથી પર્યાયો ઉત્પન્ન થાય છે.
(પ્રવચનસાર ગાથા-૯૩) પ્ર. ૨૪૨-પર્યાય તો અનિત્ય છે, તો તે સત્ છે કે અસત્?
* સ્મૃતિ અને પ્રત્યક્ષના વિષયભૂત પદાર્થોમાં એકરૂપ જ્ઞાનને પ્રત્યભિજ્ઞાન કહે છે, જેમકે-આ તે જ મનુષ્ય છે કે જેને કાલે જોયો હતો.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com