________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૭૬ ) ઇત્યાદિના અર્થપર્યાય શુદ્ધ થાય છે અને તે જ સમયે વ્યંજનપર્યાય (પ્રદેશત્વ ગુણના પર્યાય ) શુદ્ધ થાય છે, પણ
તે પહેલાં શુદ્ધ થતા નથી. પ્ર. ૨૨૩-સાદિ સાન્ત સ્વભાવઅર્થપર્યાય અને
સ્વભાવભંજનપર્યાય કયા દ્રવ્યને એકી સાથે હોય છે? ઉ. એક પુદ્ગલ પરમાણુને તે બન્ને એકી સાથે હોય છે. જ્યારે
તે સ્કંધમાંથી છૂટું પડે છે ત્યારે તે શુદ્ધ હોય છે, પણ જ્યારે
તે ફરીથી સ્કંધરૂપ પરિણમે છે ત્યારે તે અશુદ્ધ બને છે. પ્ર. ૨૩૪-સવા પાંચસો ધનુષ્યની મોટી અવગાહનાવાળા
(આકાર- વાળા) સિદ્ધ ભગવાનોને વધુ આનંદ અને નાની અવગાહનાવાળા સિદ્ધોને ઓછો આનંદ-એમ હશે
ખરું? ઉ. ના; કારણ કે સિદ્ધોનો આનંદ તે સુખગુણનો
સ્વભાવઅર્થપર્યાય છે, તેથી બધા સિદ્ધ ભગવાનોને સદાય એકસરખું જ અનંત સુખ (આનંદ) હોય છે. સુખને
વ્યંજનપર્યાય (ક્ષેત્ર-આકાર) સાથે કંઈ સંબંધ નથી. પ્ર. ૨૩પ-દ્રવ્ય, ગુણ અને પર્યાય-એ ત્રણમાં સત્ કોણ છે?
કેવી રીતે છે? ઉ. એ ત્રણે સત્ છે. સત્ દ્રવ્ય, સત્ ગુણ અને સત્ પર્યાય-એ
રીતે સત્તાગુણનો વિસ્તાર છે, તેમાં સંદેશ સામાન્ય સત્ દ્રવ્ય તથા ગુણ નિત્ય સત્ છે અને પર્યાય એક સમય પૂરતું અનિત્ય સત્ છે. (પ્રવચનસાર ગાથા-૧૦૭).
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com