________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૧૦૮)
જીવના અસાધારણ ભાવો પ્ર. ૧૭૪-જીવના અસાધારણ ભાવો કેટલા છે? ઉ. પાંચ છે:- ૧. ઔપથમિક, ૨. ક્ષાયિક, ૩. ક્ષાયોપથમિક ૪.
ઔદયિક અને ૫. પારિણામિક-આ પાંચ ભાવો જીવોના નિજ ભાવ છે. જીવ સિવાય બીજા કોઈમાં હોતા નથી. પ્ર. ૧૭૫-ઔપથમિકભાવ કોને કહે છે? ઉ. કર્મોના ઉપશમ સાથેના સંબંધવાળો આત્માનો જે ભાવ થાય છે તેને ઔપથમિકભાવ કહે છે.
આત્માના પુરુષાર્થનું નિમિત્ત પામીને જડકર્મનું પ્રગટરૂપ ફલ જડકર્મમાં ન આવવું તે કર્મનો ઉપશમ છે.”
(ગુ. મોક્ષશાસ્ત્ર અ. ૨, સૂ. ૧ ની ટીકા) પ્ર. ૧૭૬-ક્ષાયિકભાવ કોને કહે છે? ઉ. કર્મોનો સર્વથા નાશ સાથેના સંબંધવાળો આત્માનો જે અત્યંત શુદ્ધ ભાવ પ્રગટ થાય તેને ક્ષાયિકભાવ કહે છે.
આત્માના પુરુષાર્થનું નિમિત્ત પામીને કર્મ-આવરણનો નાશ થવો તે કર્મનો ક્ષય છે .”
(ગુ. મોક્ષશાસ્ત્ર અ. ૨, સૂ. ૧ ની ટીકા) પ્ર. ૧૭૭-ક્ષાયોપથમિકભાવ કોને કહે છે? ઉ. કર્મોના ક્ષયોપશમ સાથેના સંબંધવાળો જે ભાવ થાય છે તેને ક્ષાયોપથમિકભાવ કહે છે.
આત્માના પુરુષાર્થનું નિમિત્ત પામીને કર્મનો સ્વયં અંશે ક્ષય અને સ્વયં અંશે ઉપશમ તે કર્મનો ક્ષયોપશમ છે.” (ગુ. મોક્ષશાસ્ત્ર અ. ૨, સૂ. ૧ ની ટીકા)
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com