________________
Version 001: remember to check http://www.AfmaDharma.com for updates
(૬૨ )
પ્રયોજનવાન નથી. કેમકે:- સ્વયં અને સ્વતઃ પરિણમનારી વસ્તુને પરના નિમિત્તથી શું ફાયદો ? (કાંઈ ફાયદો નથી.) ( ગાથા.૫૭૧ )
બીજો નયાભાસ
૧. જીવ અને જડકર્મો વગેરે જુદાં-જાદાં દ્રવ્યો હોવાથી અને તેમને ૫૨સ્પ૨ ગુણોનું (પર્યાયનું) સંક્રમણ થઈ શકતું નહિ હોવાથી, જીવ, કર્મ-નોકર્મ (શરીરાદિ ) કે કોઈ મૂર્તિક વસ્તુનો કર્તા-ભોક્તા થઈ શકતો નથી, છતાં તેમાં નય લાગુ પાડવો તે નયાભાસ છે– મિથ્યાનય છે. (ગા. ૫૭૨ ) ૨. ગુણસંક્રમણ વિના જ જો આત્મા, કર્મો વગેરેનો કર્તાભોક્તા થાય તો સર્વ પદાર્થોમાં સર્વ સંકરદોષ, તેમ જ સર્વ શૂન્યદોષ આવે. (ગા. ૫૭૩-૭૪ )
મેળે જ જીવની પરિણમી જાય છે, (ગા. ૫૭૫
)
૩. મૂર્તિમાન એવું પુદ્દગળ દ્રવ્ય પોતાની અશુદ્ધ પરિણિતની ઉપસ્થિતિમાં કર્મરૂપે એ જ આ વિષયમાં ભ્રમનું કારણ છે. ૪. જે કોઈ પણ કર્તા-ભોક્તા હોય છે તે પોતાના ભાવનો જ હોય છે. જેમ કુંભાર ખરેખર પોતાના ભાવનો કર્તા-ભોક્તા છે પણ પરભાવરૂપ જે ઘડો તેનો કર્તા કે ભોક્તા તે કદી પણ થઈ શકતો નથી. (ગાથા. ૫૭૭) ૫. કુંભાર ઘડાનો કર્તા છે એવો લોકવ્યવહાર નયાભાસ છે. (ગા. ૫૭૯)
ત્રીજા નયાભાસનું સ્વરૂપ
૧. જેઓ બંધ ( એકપણા ) ને પ્રાપ્ત નથી થતા એવા ૫૨ પદાર્થોમાં પણ અન્ય પદાર્થ અન્ય પદાર્થનો કર્તા-ભોક્તા માનવો તે નયાભાસ છે.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com