SearchBrowseAboutContactDonate
Page Preview
Page 322
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AfmaDharma.com for updates (૬૧ ) ઉ. ૧. જે નય * તદ્દગુણ સંવિજ્ઞાન સહિત, ઉદાહરણ સહિત, હેતુ સહિત અને ળવાન (પ્રયોજનવાન) હોય તે સમ્યક્ત્તય છે. તેનાથી જે વિપરીતનય છે તે નયાભાસ (મિથ્યાનય ) છે. કેમકે-૫૨ના ભાવને પોતાનો કહેવાથી આત્માને શું સાધ્ય (લાભ) છે? ( કાંઈ નથી.) ૨. જીવને ૫૨નો કર્તા-ભોક્તા માનવામાં આવે તો ભ્રમ થાય છે. વ્યવહારથી પણ જીવ પરનો કર્તા-ભોક્તા નથી. વ્યવહારથી આત્મા (જીવ) રાગનો કર્તા-ભોક્તા છે; કેમકે રાગ તે પોતાના પર્યાયનો ભાવ છે તેથી તેમાં તદ્દગુણ સંવિજ્ઞાન લક્ષણ લાગુ પડે છે. તેનાથી વિરુદ્ધ કહે તે નયાભાસ (મિથ્યાનય ) છે. પ્રથમ નયાભાસ (૧) જીવને વર્ણાદિવાળો માનવો. (પંચાધ્યાયી ભા ૧, ગા. ૫૬૩) (૨) મનુષ્ય વગેરે શરીર છે તે જ જીવ છે એમ માનવું તે. (ગા. ૫૬૭-૫૬૮ ) (૩) મનુષ્ય-શરીર જીવની સાથે એકક્ષેત્રાવગાહપણે છે તેથી એક છે એમ માનવું તે. (ગા. ૫૬૯ ) (૪) શરીર અને આત્માને બંધ્ય-બંધકભાવ માનવો તે. (ગા. ૫૭૦). (૫) શરીર અને આત્માને નિમિત્ત-નૈમિત્તિક સંબંધ * જીવના ભાવો તે જીવના તદ્દગુણ છે તથા પુદ્ગલના ભાવો તે પુદ્ગલના તદ્દગુણ છે–એવા વિજ્ઞાન સહિત છે. Please inform us of any errors on Rajesh@Atma Dharma.com
SR No.008249
Book TitleJain Siddhanta Prashnottarmala 1
Original Sutra AuthorN/A
AuthorDigambar Jain Swadhyay Mandir Trust Songadh
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year
Total Pages415
LanguageGujarati
ClassificationBook_Gujarati, Education, & Religion
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy