________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૧૧૩) ઉ. અન્યોન્યાભાવ; કારણ કે બન્ને પુદ્ગલદ્રવ્યના વર્તમાન
પર્યાયો છે. પ્ર. ૩ર૪-અત્યંતભાવ કોને કહે છે? ઉ. એક દ્રવ્યનો બીજા દ્રવ્યમાં (ત્રિકાળ) અભાવ હોય તેને
અત્યંતભાવ કહે છે. પ્ર. ૩રપ-કુંભાર અને ઘડા વચ્ચે તથા પુસ્તક અને જીવ વચ્ચે
ક્યો અભાવ છે? ઉ. (૧) કુંભાર (જીવ) અને ઘડા વચ્ચે અત્યંતાભાવ; (૨) પુસ્તક અને જીવ વચ્ચે અત્યંતભાવ; કારણ કે
દરેકમાં બન્ને જુદી-જુદી જાતના દ્રવ્યો છે. પ્ર. ૩ર૬-જીવે સિદ્ધ-પરમાત્મદશા પ્રગટ કરી તેમાં પ્રાગભાવ
બતાવો. ઉ. સિદ્ધદશાનો સંસારદશામાં અભાવ તે પ્રાગભાવ છે. પ્ર. ૩ર૭–ચાર અભાવમાં દ્રવ્યસૂચક અને પર્યાયસૂચક અભાવ
ક્યા છે? ઉ. અત્યંતભાવ દ્રવ્યસૂચક છે અને બાકીના ત્રણ પ્રાગભાવ,
પ્રāસાભાવ અને અન્યોન્યાભાવ પર્યાયસૂચક છે. પ્ર. ૩૨૮-ચારે અભાવ કયા દ્રવ્યમાં લાગુ પડે છે? ઉ. પુદ્ગલ દ્રવ્યમાં.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com